મુંબઈ: ફિલ્મ નિર્માતા શૂજીત સરકારે જણાવ્યું કે 'સરદાર ઉધમસિંહ' પર કોરોના મહામારીથી કોઈ ખાસ પ્રભાવિત થઈ નથી. ફિલ્મનું શૂટિંગ મહામારી પહેલા જ પૂરું કરી દેવામાં આવ્યું હતું અને ટૂંક જ સમયમાં પોસ્ટ પ્રોડક્શનનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે.
“મારા માટે એ કહેવું અયોગ્ય ગણાશે કે કોરોનાથી મારી ફિલ્મને કોઈ નુકસાન થયું છે, અમે પોસ્ટ પ્રોડક્શન શરૂ જ કર્યું હતું અને કામકાજ રોકી દેવું પડ્યું હતું. જો કે આ એક પિરિયડ ડ્રામા ફિલ્મ હોવાને કારણે તેનું પોસ્ટ પ્રોડક્શન ખાસ્સો સમય માંગી લે તેવું છે.
હવે જ્યારે અમને પોસ્ટ પ્રોડક્શન શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે ત્યારે અમે નક્કી કરી રહ્યા છે કે, કેવીરીતે કામ શરૂ કરવું. એક વખત સિનેમાઘરો ખુલી જાય ત્યાર પછી બધું ઉતાવળમાં પુરૂ કરવું પડશે. એક બે મહિનામાં અમારે પોસ્ટ પ્રોડક્શન પતાવવું પડશે…" શૂજિતે જણાવ્યું.