મુંબઈઃ અભિનેતા વિકી કૌશલે આજે તેના જન્મદિવસ પ્રસંગે પોતાની એક તસવીર શેર કરી હતી. તેણે તસવીરમાં પહેરેલી ટી-શર્ટ લખ્યું છે, 'મને તમારા નિયમો વિશે કહો.' આ જોઈને તેના ચાહકો સતત આ તસવીર પર કમેન્ટ કરી રહ્યાં છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વિકી 16 મે ના રોજ 32 વર્ષના થયા. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે ગ્રે ટીશર્ટ પહેરેલો જોવા મળે છે, જ્યારે ટી-શર્ટ પર લાલ રંગમાં લખેલું છે, 'તમારા નિયમો વિશે કહો.'
એક યૂઝરે લખ્યું, "પહેલો નિયમ એ છે કે મારા કરતા વધારે કોઈ તમને પ્રેમ ન કરી શકે." બીજાએ લખ્યું, "હું તારા માટે મારો પ્રેમનો ઈકરાર કરીશ." એક ચાહકે લખ્યું, "તમે મારા દિલ પર રાજ કરો છો."