મુંબઈઃ બૉલિવુડ સ્ટાર વિક્કી કૌશલ અને ચુલબુલી ગર્લ આલિયા ભટ્ટ પણ કોરોના વાઈરસ સામેની લડતમાં આગળ આવ્યાં છે. બંને સ્ટાર્સે પીએમ કેયર્સ ફંડમાં ફાળો આપ્યો છે. વિક્કી કૌશલે 1 કરોડની સહાયતા કરી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેતા વિક્કી કૌશલે તેના ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડના દાનની માહિતી આપતાં લખ્યું છે કે, ' હાલ જ્યારે મને મારા ઘરના પ્રિય લોકો સાથે બેસવાનો સમય છે, અમુક લોકો પાસે એ પણ નથી. આ સંકટ સમયે હું પીએમ કેર્યસ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રાહત ભંડોળને 1 કરોડ રૂપિયા આપવાની શપથ લઉ છું.
-
🙏 #StayHomeStaySafeSaveLives pic.twitter.com/lTl8MoSYNM
— Alia Bhatt (@aliaa08) March 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">🙏 #StayHomeStaySafeSaveLives pic.twitter.com/lTl8MoSYNM
— Alia Bhatt (@aliaa08) March 31, 2020🙏 #StayHomeStaySafeSaveLives pic.twitter.com/lTl8MoSYNM
— Alia Bhatt (@aliaa08) March 31, 2020
વધુમાં તેમણે લખ્યું કે, આ મુશ્કેલ સમયમાં આપણે બધા સાથે છીએ અને આપણે ભેગા મળીને આ મુશ્કેલીનો સામનો કરી જીત મેળવીશું.
મુશ્કેલીના આ સમયમાં બૉલીવૂડની અનેક હસ્તીઓ પોતાનું યોગદાન આપી રહ્યાં છે ત્યારે વિક્કી કૌશલ અને આલિયા ભટ્ટે પણ યોગદાન આપ્યું છે. જોકે આલિયા ભટ્ટે કેટલા પૈસા આપ્યા તે અંગે કોઈ પણ પ્રકારનો ખુલાસો કર્યો નથી.
આલિયા ભટ્ટે ટ્વિટ કર્યુ છે કે, હું પીએમ કેર્યસ ફંડમાં અને મુખ્ય પ્રધાન રાહત ફંડમાં યોગદાન આપવાની શપથ લઉં છું જેથી હું કઈંક મદદરૂપ બની શકુ.