મુંબઇ: કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દિવસેને દિવસે વાઇરસના કેસો વધી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને હસ્તીઓ સુધીના દરેક જણ કોરોનાથી પીડિત છે. અત્યાર સુધી, ઘણા રાજકારણીઓ અને ફિલ્મ હસ્તીઓને વાઇરસનો ચેપ લગ્યો છે. ગાયક એસપી બાલાસુબ્રમણ્યમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. સિંગરે બુધવારે એક વીડિયો બહાર પાડીને આ માહિતી આપી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
તેણે જણાવ્યું કે, તેને થોડા દિવસોથી તાવ અને શરદી છે. આ લક્ષણો પછી, તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પછી પરિણામ પોઝિટિવ આવ્યું છે. ડૉક્ટરોએ તેને હોમ કોરોન્ટાઇન રહેવાની અને દવાઓ લેવાની સૂચના આપી છે. તેના પરિવારજનો ચિંતિત હતા, તેથી તેણે પોતાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
સિંગરે વીડિયોમાં કહ્યું કે, 'હું બે-ત્રણ દિવસથી અસ્વસ્થ્ય અનુભવી રહ્યો હતો, છાતીની દુખાવો હતો. આ પછી, શરદી અને તાવ પણ આવી ગયો હતો. જે હું હોસ્પિટલમાં ગયો અને ટેસ્ટ કરાવ્યો હતો. ડૉક્ટરોએ કહ્યું કે, આ હળવા લક્ષણો છે, તેમણે મને હોમ કોરોન્ટાઇન થવાની સલાહ આપી હતી. જોકે મારો પરિવાર ચિંતિત હતો જેના કારણે મને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો.
ગાયકે તેના ચાહકો અને શુભેચ્છકોને ચિંતા ન કરવા વિનંતી કરી છે. સિંગરે કહ્યું કે, તેની હાલત બરાબર છે. તાવ ઓછો થયો પણ ઠંડી અને શરદી હજુ છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, થોડા જ દિવસોમાં આ લક્ષણો ખત્મ થઈ જશે અને બધાના આશીર્વાદથી તે જલ્દી સાજા થઈ જશે.