મુંબઈઃ વરુન ધવન અને શ્રદ્ધા કપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. જેમાં વરુન, શ્રદ્ધા અને 'સ્ટ્રીટ ડાન્સર 3D' ફિલ્મની ટીમ ટિકટોક સ્ટાર યુવરાજ સિંહ ઉર્ફે બાબા જૈક્શન સાથે 'મુકાબલા' સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતાં.
અભિનેતા વરુન ધવને ટિકટોક સ્ટાર યુવરાજ સિંહ પરિહાર સાથે 'મુકાબલા' ગીત પર ડાન્સ કર્યો હતો. યુવરાજ સિંહ 'બાબા જૈક્શન' નામે પોપ્યુલર છે. જેના ડાન્સની ખુબ જ સરાહના કરવામાં આવી રહી છે. વરુન ધવન, શ્રદ્ધા કપૂર અને 'સ્ટ્રીટ ડાન્સર 3D' ફિલ્મની ટીમે યુવરાજ સાથે ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ માડિયામાં વાયરલ થતાં ધુપ મચાવી રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ વીડિયોની શરૂઆતમાં યુવરાજ માઈકલ જૈક્શનના કેટલાક સિગ્નેચર સ્ટેપ કરતો દેખાય છે, ત્યાર બાદ તેની સાથે સાથે વરુન ધવન, શ્રદ્ધા અને 'સ્ટ્રીટ ડાન્સર 3D' ફિલ્મની ટીમ પણ મુકાબલા સોન્ગ પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ધુમ મચાવી રહ્યો છે. વરુણે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વરુણ ધવને વીડિયો શેર કરતાં યુવરાજની ડાન્સની પ્રશંસા કરી હતી. તેમને વીડિયોના કેપ્સનમાં લખ્યું છે કે, 'એની સાથે જેને લોકો બાબા જૈકશ્ન કહે છે. અસલી સ્ટ્રીટ ડાન્સર બહુત મજા આયા, આવી જ રીતે ઈન્ટરનેટ પર ધમાલ મચાવતો રહો'
મહત્ત્વનું છે, આ અગાઉ પણ ઋતિક રોશને યુવરાજના ડાન્સનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોના કેપ્સનમાં લખ્યું હતું કે, 'સૌથી સ્મુધ એરવૉકર, આ છોકરો કોણ છે..?' યુવરાજના ડાન્સની ખુબ જ પ્રશંસા થઈ રહી છે. લોકો તેના પેશન અને કળાની સરાહના કરી રહ્યા છે.