ETV Bharat / sitara

વરૂણ ધવને હોસ્પિટલમાં ગરીબ અને તબીબી કર્મચારીઓને ભોજન આપવાનો કર્યો સંકલ્પ

લોકડાઉનના આ મુશ્કેલ સમયમાં 'કલંક' અભિનેતા વરૂણ ધવને હોસ્પિટલમાં ગરીબ અને તબીબી કર્મચારીઓને ભોજન આપવાનો સંકલ્પ કર્યો છે. તેણે આ અંગેની માહિતી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી હતી.

three
three
author img

By

Published : Apr 9, 2020, 12:06 AM IST

મુંબઇ: બોલીવુડ સ્ટાર્સ કોરોના વાયરસ સામેના આ જંગમાં સરકારને સમર્થન આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેતા વરૂણ ધવને બુધવારે ગરીબોની મદદ માટે એક મોટું પગલું ભર્યું છે.

તેમણે હોસ્પિટલમાં ગરીબ અને તબીબી કર્મચારીઓને ભોજન આપવાનું નક્કી આપ્યું છે. 32 વર્ષીય અભિનેતાએ આ માહિતી તેના સોશિયલલ મીડિયા હેન્ડલ પર આપી હતી.

તેમણે લખ્યું કે, "લોકડાઉન દરમિયાન હું તેમના માટે દુ ખી છું જેમને રહેવા માટે ઘર નથી, તેથી આ અઠવાડિયે મેં એવા ગરીબ લોકોને ભોજન આપવાનું નક્કી કર્યું છે જેની પાસે ઘર નથી."

આ મુશ્કેલ ઘડીમાં મદદ માટે આગળ આવેલા લોકોની પ્રશંસા કરતા કલંક અભિનેતાએ વધુમાં લખ્યું છે કે, મેં હોસ્પિટલોમાં ડોકટરો અને તબીબી કર્મચારીઓને ભોજન આપવાનો પણ સંકલ્પ કર્યો છે.

અભિનેતાએ અંતમાં કહ્યું કે આ એક નાનું પગલું છે. પરંતુ આવા કટોકટી દરમિયાન, આપણે દરેક પગલાની ગણતરી કરવી પડશે. હું જે કરી શકું છું તે ચોક્કસ કરીશ. "

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.