હૈદરાબાદ: હાથી મેરે સાથી ફિલ્મ તો તેમને યાદ જ હશે જેમાં હાથી અને મનુષ્યની મિત્રતાને ફિલ્મમાં વર્ણવમાં આવી છે. ફિલ્મ બતાવે છે કે કેવી રીતે મનુષ્ય અને હાથી કેવા ભાવનાત્મક સંબધ બને છે. .World Elephant Dayના દિવસે અમે તમને કેટલીક એવી ફિલ્મ વિશે જણાવીશુ જેમાં હાથી અને મનુષ્યની સુંદર મિત્રતા બતાવવામાં આવી છે.
હાથી મેરે સાથી : વર્ષ 1971 માં રિલીઝ થયેલી રાજેશ ખન્નાની ફિલ્મ હાથી મેરે સાથીમાં હાથી અને મનુષ્યની મિત્રતા બતાવવામાં આવી છે. ફિલ્મના ડાયરેક્ટર એમ.એસ.તિરૂમુગલ હતા અને પટકથા જાવેદ-સલીમ લખી હતી અને સંવાદ ઇંદર રાજ આંનદે લખ્યા હતા. આ ફિલ્મ 1971માં સોથી વધુ વ્યાપાર કરવાવાળી અને સફળતા મેળવનારી ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં રાજેશ ખન્ના અને તનુજા મુખ્ય ભૂમિકામાં હતા.
આ પણ વાંચો: સુરતના એરથાણ ગામે બે સરકારી આવાસ ધરાશાયી થતા 7 લોકો દબાયા, 3 વર્ષની બાળકીનું મૃત્યુ
મે ઓર મેરા હાથી : વર્ષ 1981 મિથુન ચક્રવર્તીની ફિલ્મ મે ઓર મેરા હાથી રિલીઝ થઈ હતી. ફિલ્મમાં બાળકનુ પાત્ર ભજવનાર મિથુનનુ નામ રામ હતું જે એક હાથી પાળે છે. તે હાથીનું લક્ષ્મણ નામ લક્ષ્મણ રાખે છે. બંન્ને એકબીજાને ભાઈઓની જેમ પ્રેમ કરતા હોય છે. ફિલ્મમાં ગુંડા રામના પિતાની હત્યા કરે છે જેનો બદલો લેવા માટે રામ અને લક્ષ્મણ તે ગુંડાઓની પાછળ લાગી જાય છે.
સફેદ હાથી : વર્ષ 1977માં રિલીઝ થયેલી ફિલ્મમા એક અનાથ બાળક પોતાના કાકા-કાકી સાથે રહે છે જે તેના પર ખૂબ જ અત્યાચાર કરે છે. સમય જતા બાળકની હાથી સાથે મિત્રતા થાય છે જે તેને સોનાનો સિક્કો આપે છે. પણ જ્યારે આ વાતની ખબર વિસ્તારના રાજાને ખબર પડે છે તો તે હાથીને પકડવા માટે જાળ પાથરે છે. આ ફિલ્મમાં પ્રાણી અને મનુષ્યનો અતૂટ સંબધ બતાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: રાજકોટની ભાગોળે આવેલા નિરાલી રિસીર્ટમાં લાગી આગ, 8ની હાલત ગંભીર
જંગલી : વર્ષ 2019 માં, વિદ્યુત જામવાલની ફિલ્મ 'જંગલી' માનવ અને હાથી વચ્ચેનો સંબંધ દર્શાવે છે, જેમાં એક પશુચિકિત્સક જે તેના પિતાના હાથી સંરક્ષણ પાછો આવે છે. આ દરમિયાન વિદ્યુતને શિકારીઓના ધમધમાટનો સામનો કરવો પડે છે અને છેવટે તે પોતાના હાથીઓને બચાવે છે.
કેમ મનાવવામાં આવે છે હાથી દિવસ
વિશ્વ હાથી દિવસનો ઉદ્દેશ્ય આફ્રિકન અને એશિયન હાથીઓની તાત્કાલિક દુર્દશા વિશે જાગૃતિ લાવવાનો છે, અને લોકોને વધુ સારી સંભાળ અને જંગલી અને બંદી હાથીઓની સારી વ્યવસ્થા માટે જાગૃત કરવાનો છે.