મુંબઈ: 'અમિતા કા અમિત', 'શ્રી ગણેશ','હંસી તો ફસી' અને 'મન' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા જગેશ મુક્તિનું 10 જૂને અવસાન થયું હતું. અહેવાલો અનુસાર, જગેશને 3-4 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 10 જૂનની બપોરે તેને શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમનું મૃત્યુ થયું હતું.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
'તારક મહેતા કા ઓલ્તાહ ચશ્મા'માં શ્રીમતી કોમલ હાથીના પાત્રમાં નજર આવી ચૂકેલી અભિનેત્રી અંબિકા રંજનકર એ આ સમાચારને ઈન્સ્ટાગ્રામ પર આપી હતી અને તેના સહ-અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
જે ટીવી શોમાં અંબિકા રંજનકરે જગેશ સાથે કામ કર્યું હતું. તેનો એક ફોટો શેર કરતા તેમણે લખ્યું હતું કે, 'જગેશ ખૂબ દયાળુ, સપોર્ટિવ અને ખુબ જ સારો વ્યક્તિ હતો, તે તેના કામમાં ખૂબ જ ઝડપથી આગળ વધ્યો હતો. તમારી આત્માને શાંતિ પ્રાપ્ત થાય. ઓમ શાંતિ... મારા પ્રિય મિત્ર જગેશ, તને હું ખૂબ યાદ કરીશ.
છેલ્લા દોઢ મહિનાની અંદર, ટીવી અને બોલિવૂડના ઘણા જાણીતા ચહેરાઓનું નિધન થયું છે. ઋષિ કપૂર, ઇરફાન ખાન, મોહિત બઘેલ, મનમિત ગ્રેવાલ, પ્રેક્ષા મહેતા સાથે અન્ય કલાકારોનો પણ સમાવેશ થાય છે.