'કમાન્ડો-3'ના આ ટ્રેલરમાં વિદ્યુત ઓફિસર કરણ સિંહ ડોગરાના પાત્રમાં જોવા મળે છે. જે દેશને બચાવવા માટે એક મિશન પર જાય છે. આ મિશનમાં કરણ સાથે અદા શર્મા અને અંગિરા ઘર જોવા મળશે. જ્યારે એક્ટર ગુલશન દૈવેયા આ ફિલ્મમાં નકારાત્મક પાત્ર ભજવી રહ્યા છે. જેને પકડવા માટે વિદ્યુત એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આદિત્ય દત્ત દ્વારા ડાયરેકટ 'કમાન્ડો-3' નું ટ્રેલર જોતા જ અંદાજ લગાવી શકાય છે કે, આ ફિલ્મ એક્શન સીન્સ અને દમદાર ડાયલોગ્સથી ભરપૂર છે. જે ફૈન્સને ફિલ્મ જોવા માટે ઉત્સાહિત કરી રહ્યા છે. જણાવી દઈએ કે, વિદ્યુતે આ ફિલ્મનું ટીઝર થોડા દિવસ પહેલા રીલીઝ કરી આ ફિલ્મની માહિતી આપી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ઉલ્લેખનીય છે કે. 2013માં આવેલ 'કમાન્ડો' ફિલ્મમાં વિદ્યુતે પ્રેમ માટે લડાઈ લડી હતી, 2017માં કાળા નાણા વિરુદ્ધ લડાઈ લડી હતી અને હવે 2019માં વિદ્યુત દેશને બચાવવા માટે લડશે. આ ફિલ્મ આદિત્ય દત્ત દ્વારા ડાયરેકટ કરવામાં આવી છે, જે 29 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રીલીઝ થશે.