- કુમકુમ ભાગ્ય સિરીયલના અભિનેતા શબ્બીર આહલુવાલિયાનો આજે જન્મદિવસ
- સિરીયલની કો-સ્ટાર શ્રૃતિ ઝાએ શબ્બીરનો વીડિયો શેર કરી આપી શુભેચ્છા
- મિત્રો સહિત ફેન્સે શબ્બીર આહલુવાલિયા પર શુભેચ્છાનો કર્યો વરસાદ
ન્યૂઝ ડેસ્કઃ પ્રખ્યાત ટીવી સિરીયલ કુમકુમ ભાગ્યના મુખ્ય કલાકાર શબ્બીર આહલુવાલિયાનો આજે જન્મદિવસ છે. ત્યારે તેની કો-સ્ટાર શ્રૃતિ ઝાએ તેને વિશેષ રીતે જન્મદિવસની શુભેચ્છા આપી હતી. તો શ્રૃતિએ શબ્બીર સાથેનો એક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ સાથે જ કુમકુમ ભાગ્ય સિરીયલનો થ્રોબ્રેક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં શ્રૃતિ ડાન્સ કરી રહી છે. તે શબ્બીરને જોર જોરથી જન્મદિવસની શુભેચ્છા આપી રહી છે. આ વીડિયો શેર કરતા શ્રૃતિએ કેપ્શનમાં લખ્યું હતું કે, કારણ કે, હું હંમેશા માટે તમારી ફેન નંબર 1 છું. હેપ્પી બર્થ ડે. તમે સૌથી બેસ્ટ છો. લવ યુ શબ્બીર આહલુવાલિયા.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો- મૌની રોયે વરસાદમાં બિકીની પહેરીને મચાવ્યો હંગામો, ગ્લેમરસ તસવીરો કરી શેર
શ્રૃતિના વીડિયો પર શબ્બીરે આ રીતે આપ્યો જવાબ
તો શ્રૃતિની જન્મદિવસની શુભેચ્છાનો જવાબ આપતા શબ્બીર પણ પોતાને હસતા ન રોકી શક્યો. તેણે જવાબમાં લખ્યું હતું કે, હાહાહાહા. અમેઝિંગ. થેન્ક્સ. લવ યુ. શ્રૃતિ સિવાય સુપ્રિયા શુક્લા, કિશ્વર મર્ચન્ટ, પૂજા બેનરજી, કાંચી કૌલ, રિદ્ધિમા પંડિત, મોનિકા બેદી, શિખા સિંહ સહિતના કલાકારોએ શબ્બીરને શુભેચ્છા આપી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો- Happy Birthday Hansika Motwani: હંસિકા મોટવાની ફિલ્મોમાંથી ગાયબ? શું કરે છે જાણો
લોકોને શબ્બીર અને શ્રૃતિની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવે
આપને જણાવી દઈએ કે, કુમકુમ ભાગ્ય સિરીયલમાં શબ્બીર અને શ્રૃતિની કેમિસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવે છે. છેલ્લા 6 વર્ષોથી આ શો દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. TRP ચાર્ટમાં પણ આ શો ટોપ-5માં શામેલ છે. અભી અને પ્રજ્ઞાની જોડી લોકોને ઘણી પસંદ પડી રહી છે. આ શો એકતા કપૂરનો છે. જોકે, આ શો એટલો હિટ થયો કે તેનું સ્પીન ઓફ પણ લોન્ચ કરવામાં આવ્યો હતો, જેનું નામ કુંડલી ભાગ્ય છે.