ETV Bharat / sitara

'ધ ઓફિસ'ના સ્ટારકાસ્ટે કોરોના મહામારી દરમિયાન તેમના ચાહકોને દાન કરવાની અપીલ કરી

'ધ ઓફિસ'ની સ્ટારકાસ્ટે તેમના ચાહકોને ઓફર કરી હતી કે, તેઓ કોરોના વાઇરસની મહામારીને રોકવા માટે દાન આપીને તેમની સાથે વર્ચુઅલ કોફી ડેટ પર જઈ શકે છે. આ ભાગ્યશાળી ચાહકોને શૂટિંગ દરમિયાન જે ઘણી રમૂજી વાતો થઇ હતી તે પણ સાંભળવા મળશે.

author img

By

Published : Apr 23, 2020, 7:24 PM IST

'ધ ઓફિસ'ના સ્ટાર્સ કાસ્ટે મહામારી દરમિયાન તેમના ચાહકોને દાન કરવાની અપીલ કરી

વોશિંગ્ટન: 'ધ ઓફિસ'ની સ્ટારકાસ્ટે તેમના ચાહકોને ઓફર કરી હતી કે, તેઓ કોરોના વાઇરસની મહામારીને રોકવા માટે દાન આપીને તેમની સાથે વર્ચુઅલ કોફી ડેટ પર જઈ શકે છે. આ ભાગ્યશાળી ચાહકોને શૂટિંગ દરમિયાન જે ઘણી રમૂજી વાતો થઇ હતી તે પણ સાંભળવા મળશે.

પ્રખ્યાત સિટકોમ 'ધ ઓફિસ'ની સ્ટારકાસ્ટે ચાહકોને મળવાની તક આપી હતી અને તે માટે તેઓએ ઓમેઝમાં કોરોના વાઇરસ ફંડ માટે દાનની અપીલ કરી હતી. કોરોના વાઇરસથી બચાવવા માટે ભંડોળ એકત્ર કરવા માટે કાસ્ટ સભ્યોએ આ વર્ચુએલ ડેટની શરૂઆત કરી હતી. તેની સત્તાવાર જાહેરાત કેટ ફ્લાનેરી, ઓસ્કર નુનેઝ, મેલોરા હાર્ડિન અને ક્રિડ બ્રેટન દ્વારા કરવામાં આવી હતી.

ચાહકોને જણાવવામાં આવ્યું હતું કે આ તક મેળવવા માટે દાન આપવાની જરૂર છે, અને ત્યારબાદ કોઈ ભાગ્યશાળી વિજેતાની પસંદગી કરવામાં આવશે, જેને હિટ સિટકોમની કાસ્ટ સાથે કોફી ડેટ પર જવાની તક મળશે.

કોફી ડેટ સિવાય તે લકી ફેન કોમેડી સિરીઝના શૂટિંગ દરમિયાન રમૂજી વાર્તાઓ પણ સાંભળી શકશે.આ કાર્યક્રમ જે સંસ્થા માટે ચલાવવામાં આવી રહ્યું છે તે મહામારી દરમિયાન જરૂરિયાતમંદોને અન્ન અને આવશ્યક ચીજવસ્તુઓ પ્રદાન કરશે.

મંગળવારે 'ફ્રેન્ડ્સ' ની કાસ્ટે પણ ચાહકોને આવી જ ઓફર કરી હતી. અને ઓફર આગામી 'રિયુનિયન સ્પેશ્યલ' એપિસોડની હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.