શિકાગો: શિકાગો સ્થિત તબીબી નિષ્ણાત ડો.મનીષ રાયઝાદા રાજકારણ આધારિત ડૉક્યુમેન્ટરી શ્રેણીથી ડેબ્યું કરી રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
રાયજાદા દ્વારા નિર્દેશિત અને નિર્માણિત આ શ્રેણીમાં રાજકીય વિશ્લેષકો અને પત્રકારો સાથે પક્ષના કેટલાક સભ્યોની પ્રતિક્રિયાઓના આધારે પાર્ટીની કામગીરીનું ગહન વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. આમાં બધી ઘટનાઓ નજીકથી બતાવવામાં આવી છે.
આ સીરીઝ છ એપિસોડની છે, જે હિન્દી ભાષામાં છે. આ સીરીઝમાં 2010 ના ભારત સામે ભ્રષ્ટાચાર આંદોલન (અન્ના આંદોલન) બતાવવામાં આવ્યું છે, જેનું નેતૃત્વ સામાજિક કાર્યકર અન્ના હઝારે દ્વારા કરવામાં આવ્યું હતું. તે પણ બતાવે છે કે આ ચળવળની અસર રાજકારણ પર કેવી રહી અને આમ આદમી પાર્ટીનો જન્મ કેવી રીતે થયો.