ફિલ્મ વિવેચક તરણ આદર્શએ ટ્વીટર પર 'થલાઈવી' ફિલ્મમાં કંગના રનૌતનો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો.
આ પોસ્ટરને શેર કરતા તરણ આદર્શએ ટ્વીટર પર લખ્યું કે,'થલાઈવી' ફિલ્મમાં જયલલિતાની ફિલ્મથી લઈ રાજકીય સફર સુધીની વાત કરવામા આવશે. આ ફિલ્મ માટે કંગના રનૌતએ ખૂબ મહેનત પણ કરી હતી. સ્પેશ્યલ ટ્રેનિંગથી પ્રોસ્થેટિક મેક-અપ સુધી , કંગનાએ જયલલિતા જેવી દેખાવા માટે સખત મહેનત કરી રહી છે.
ઉલેખનીય છે કે, જયલલિતાની બાયોપિક, 'થલાઈવી' ફિલ્મને તામિલ, તેલુગૂ ,અને હિન્દી આમ 3 ભાષાઓમાં તૈયાર કરવામા આવી છે. ફિલ્મ માટે કંગનાએ 20 કરોડ રૂપયા લીધા છે. હાલમા જ એક કાર્યક્રમ દરમિયાન કંગનાએ કહ્યુ હતુ કે, મારા ખ્યાલ મુજબ જયલલિતાના પાત્રને પડદા પર ભજવવાનો આનુભવ શ્રેષ્ઠ હશે. પ્રથમ વાર હું મારા રૂપને અલગ રીતે દર્શાવવા જઈ રહી છું.