મુંબઇ: ઝી-5 અને અલ્ટ બાલાજી તેમના મોસ્ટ અવેઇટેડ રોમેન્ટિક ડ્રામા 'બારીશ'ની આગામી સીઝનના ઉત્સાહને વધારવો સારી રીતે જાણે છે. આ શોમાં બહુમુખી અભિનેતા શરમન જોશી અનુજની ભૂમિકામાં છે જે પ્રતિભાશાળી આશા નેગી એટલે કે ગૌરવીની સાથે જોવા મળશે.
આ રોમાંસ-નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવવા વાળી બારિશની સાથે, બારીશ-2માં એક શ્રીમંત ઉદ્યોગપતિ અનુજ અને એક મધ્યમ વર્ગની યુવતી ગૌરવી વચ્ચેના સંબંધને જાળવવા માટેની મુશ્કેલીઓ બતાવી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ ટીઝર જોડીની વચ્ચે લાગણીઓ એક રોલર-કોસ્ટર રાઇડની જેમ છે. રોમાંસ, આત્મીયતા, રમુજી પળો અને કંડોમની જગ્યાએ ખાસીની દવા ખરીદવાથી શરૂ થતા આ સંબધમાં સમયની સાથે ખાટાશ આવી જાય છે. જેમ જેમ વસ્તુઓ બદલાતી જાય છે, તેમ તેમ આ નવા પરિણીત દંપતીને એક જટિલ જીવનમાંથી પસાર થવું પડે છે. જે તેમને છૂટાછેડાની અણી પર લઈ જાય છે.