ટીઝરમાં સારાગઢી કિલ્લાની બહાર શીખ સૈનિકો અને અફગાનો વચ્ચે થયેલી જંગને બતાવવામાં આવી છે. પહેલા ટીઝરમાં ઘણા બધા અફધાન સૈનિકો વચ્ચે ઇર્શર સિંહની તલવારની તાકાત નજર આવે છે. આ તલવાર સુરજની કિરણોની જેમ ચમકે છે.
બીજા ટીઝરમાં ઇર્શર સિંહને પોતાના શરીરમાં આગ લગાવતા જોઇ અફધાન સૈનિકો તેમનાથી ડરતા નજર આવ્યા. અને ત્રીજા ટીઝરમાં ઇર્શર સિંહ અફધાન સૈનિકો પર ગોળીઓ ચલાવે છે.
ટીઝરને જોઇને તો લાગે છે કે ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 21 માર્ચે પર્દા પર ધમાલ કરવાની છે. આ સાથે જ દર્શકો ફિલ્મનું ટીઝર જોયા બાદ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
કેસરીમાં ખિલાડી કુમાર સાથે પરિણીતી ચોપડા જોવા મળશે. ફિલ્મને અનુરાગ સિંહ ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું પ્રોડ્કશન કરણ જોહર, અરુણા ભાટિયા, અપુર્વા મહેતા અને સુનીર ક્ષેત્રપાલ કરી રહ્યા છે.
આ ફિલ્મ 1897માં બ્રિટીશ ઇંડિયન આર્મી અને અફઘાન મિલિટ્રી વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત છે. જેમાં 21 શીખોએ 10000 અફઘાનિયો વિરુદ્ધ લડાઇ લડી હતી.