મુંબઇ: તારા સુતરિયા ટ્રેઈન્ડ ઓપેરા સિંગર છે અને તે આ ફિલ્મમાં એક સિંગરના જ રોલમાં છે. ફિલ્મમાં બે હિરોઈનમાંથી એક હિરોઈન પણ વિલનના રોલમાં હશે. 2014માં આવેલ ‘એક વિલન’ ફિલ્મની સિક્વલ ‘એક વિલન 2’ ફિલ્મને એકતા કપૂર અને ટી સિરીઝના ભૂષણ કુમાર સાથે મળીને પ્રોડ્યૂસ કરવાના છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જ થશે અને આવતા વર્ષે 2021માં 8 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે.
દિશા પટની બાદ તારા સુતરિયા મોહિત સરૂની ફિલ્મ એક વિલનની સીક્વલમાં જોવા મળશે. આ ફિલ્મમાં આદિત્ય રોય કપૂર અને જોન ઇબ્રાહમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
એક વિલનની સીક્વલમાં તારાનું પાત્ર ગોન ગર્લ સ્પેસમાં હશે. મોહિત સૂરીએ જણાવ્યું કે અભિનેત્રી ફિલ્મમાં એક સિંગરની ભૂમિકામાં હશે. તેમણે આગળ રહ્યું કે, એક સંગીતકાર જે લાયકાત જોઇએ ભાગ્યથી તારામાં એ છે.