ETV Bharat / sitara

શું તમે ઓળખો છો કોણ છે આ અભિનેત્રી? શેર કર્યો સ્કૂલના દિવસોનો 2 ચોટલાવાળો ફોટો - તાપસી પન્નુ

સોશિયલ મીડિયામાં 2 ચોટલા બનાવી સ્કૂલ યૂનિફોર્મમાં એક જાણીતી અભિનેત્રીનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સામે આવ્યા પછી ફેન્સ તસવીરો પર કૉમેન્ટ કરી રહ્યા છે.

શું તમે ઓળખો છો કોણ છે આ અભિનેત્રી?
શું તમે ઓળખો છો કોણ છે આ અભિનેત્રી?
author img

By

Published : Sep 21, 2021, 3:59 PM IST

  • બોલીવુડની અભિનેત્રીએ બાળપણની તસવીર શેર કરી
  • કોણ છે આ અભિનેત્રી, શું તમે ઓળખો છો?
  • અભિનેત્રીએ 2 ચોટલા વાળીને રિબિન લગાવી છે

ન્યુઝ ડેસ્ક: તાપસી પન્નૂ બોલિવૂડની એ અભીનેત્રીઓમાંની એક છે, જે સોશિયલ મીડિયા પર સૌથી વધારે એક્ટિવ જોવા મળે છે. તાપસીની બધી પોસ્ટો તેમના ચાહકો પસંદ કરે છે અને તે ઝડપથી વાયરલ થાય છે. આજકાલ બોલીવુડ સેલિબ્રિટી સતત તેમના બાળપણના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતા જોવા મળી રહ્યા છે. આ જ ક્રમમાં અભિનેત્રીએ તેના બાળપણનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેને એમના ચાહકોએ પસંદ કર્યો છે અને તેના પર પ્રતિક્રિયાઓ પણ આપી છે.

સ્કૂલમાં પ્રથમ નંબરે આવી હતી તાપસી

તાપસી પન્નૂએ એમના સ્કૂલના દિવસોની યાદ દર્શાવતો એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તાપસીના ફોટામાં જોઈ શકાય છે કે એ સ્કૂલમાં થયેલી સ્પોર્ટસ સ્પર્ધામાં પ્રથમ આવી છે. અભિનેત્રી ઇનામ સાથે સ્મિત સાથે જોવા મળી રહી છે. આ ફોટામાં તે 2 ચોટલીમાં જોવા મળી રહી છે. તેણે ફોટો શેર કરતા સાથે લખ્યું છે કે 'ઝડપથી દોડે છે...બાળપણ થી'. તાપસીની આ પોસ્ટ પર સિતારાઓથી લઈને યૂઝર્સે કૉમેન્ટ કરી છે અને લાઈક્સ પણ કરી રહ્યા છે.

તાપસી છેલ્લે 'હસીન દિલરૂબા'માં જોવા મળી હતી

એક સોશિયલ મીડિયા યુઝરે તાપસીના ફોટો પર કોમેન્ટ કરતા લખ્યું કે 'તમે બાળપણમાં પણ ખૂબ જ સુંદર લાગતા હતા'. તો બીજા એક યુઝરે લખ્યું કે 'તમે આજે પણ ઝડપથી દોડો છો મેડમ' વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાપસી છેલ્લે 'હસીન દિલરૂબા'માં વિક્રાંત મેસી અને હર્ષવર્ધન રાણેની સાથે જોવા મળી હતી.

વધુ વાંચો: રાજ કુન્દ્રાને 60 દિવસની જેલ બાદ જામીન મળતા જ શિલ્પા શેટ્ટીએ શેર કરી પોસ્ટ, જાણો શું લખ્યું

વધુ વાંચો: Rimi Sen Birthday: હિટ ફિલ્મોમાં કામ કર્યું છતાં ન બનાવી શકી પોતાનો ઓળખ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.