ETV Bharat / sitara

"અનુરાગ કશ્યપની રેગ્યુલર ફિલ્મ કરતા હટકે છે દોબારા": તાપસી પન્નુ - અનુરાગ કશ્યપ ફિલ્મ

તાપસી પન્નુએ અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ 'દોબારા'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. તાપસીએ જણાવ્યું કે, તેની આ આગામી ફિલ્મ અનુરાગની અન્ય ફિલ્મ્સ જેવી ડાર્ક ડ્રામા નહી હોય.

તાપસી
તાપસી
author img

By

Published : Mar 22, 2021, 1:01 PM IST

  • માત્ર 30 દિવસમાં શૂટિંગ પૂર્ણ કર્યું
  • 2018માં 'મનમર્ઝિયાં'માં કર્યુ હતું અનુરાગ સાથે કામ
  • બદલા અને મનમર્ઝિયાં બાદ ચાહકોની અપેક્ષા વધી છે

મુંબઈ: અભિનેત્રી તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપે તેમની આગામી ફિલ્મ 'દોબારા'નું શૂટિંગ પૂર્ણ કર્યુ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, અમારી ટીમે ફક્ત 23 દિવસમાં ફિલ્મનું કામ પુરૂ કર્યું છે અને આ ફિલ્મ અનુરાગ કશ્યપ જેના માટે જાણીતો છે તેવી ડાર્ક ડ્રામા નહીં હોય.

અંતિમ દિવસની મનોરંજક ક્ષણો ઇન્સ્ટાગ્રામ પર કરી શેર

તાપસીએ ફેબ્રુઆરીમાં અનુરાગની નવી થ્રીલર ફિલ્મ દોબારા માટે શૂટિંગ શરૂ કર્યું હતું. 2018માં 'મનમર્ઝિયાં'માં સાથે કામ કર્યા બાદ આ તેમની બીજી ફિલ્મ છે જેમાં તાપસી અને અનુરાગનું સહિયારુ કામ દર્શકો માણી શકશે. શૂટિંગના અંતિમ દિવસની કેટલીક મનોરંજક ક્ષણો શેર કરીને તાપસીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર થોડા વીડિયો પોસ્ટ કર્યા છે. જેમાં તાપસીએ માત્ર 30 દિવસમાં શૂટિંગ પૂર્ણ કર્યું હોવાની માહિતી આપી છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અંતિમ દિવસની સ્ટોરિઝ

આ પણ વાંચો: ફિલ્મ ‘સાંઢ કી આંખ’ની એક્ટ્રેસ તાપસી પન્નુ અને ડિરેક્ટર સાથે ETV ભારતની ખાસ વાતચીત

આ ફિલ્મ તાપસી માટે સ્પેશિયલ છે

ફિલ્મ વિશે વાત કરીએ તો તાપસીએ અગાઉ શેર કર્યું હતું કે "આ તેના માટે એક રોમાંચક ફિલ્મ બની રહી છે. તે વધુ સ્પેશિયલ છે કારણ કે, તેને અનુરાગ અને એકતા જેવા દિગ્દર્શકોએ બનાવી છે. આ અનુરાગ સાથેની મારી બીજી ફિલ્મ છે, બદલા, મનમર્ઝિયાં અને સુનીર (એથેનાના) જેવી ફિલ્મો આપ્યા બાદ દોબારા માટે દર્શકોની અપેક્ષા મારી પાસેથી વધી ગઈ છે.

આ પણ વાંચો:ટેક્સ ચોરી કેસઃ ઈન્કમટેક્સે તાપસી પન્નુ અને અનુરાગ કશ્યપની પૂછપરછ કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.