મુંબઇ: બોલિવૂડ સ્ટાર્સ પણ લોકડાઉન દરમિયાન તેમના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. સુઝૈન ખાને રિતિક સાથે છૂટાછેડા લઇ લીધા હોવા છતાં તે હાલ તે બંને બાળકો સાથે રિતિક રોશનના ઘર શિફ્ટ થઈ ગઈ છે.
તે ત્યાંથી અનેક તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી હોય છે. હવે તે તેના ફોટો પોસ્ટ કરીને જીવન અને તેના મહત્વ વિશે વાત કરતી હોય છે.ફોટામાં રિતિક તેના બંને પુત્રો સાથે ઘરની બોલકાની પર ઉભો છે. તેમની સામે એક બગીચો છે અને ઉપરની બેકગ્રાઉન્ડમાં વાદળો જોવા મળે છે. ફોટામાં વાદળો મૂવમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. સુઝૈને કેપ્શનમાં લખ્યું કે તેણે ફોટામાં વાદળોના મૂવમેન્ટ માટે એક એપનો ઉપયોગ કર્યો છે. તેણે કહ્યું કે, વાદળોના મૂવમેન્ટ માટે જે એપનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનું નામ પિક્સાલૂપ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સુઝૈને વિલિયમ હેનરીની કવિતા Leisureની કેટલીક લાઇનો પોસ્ટ કરી હતી. પોસ્ટનો અર્થ કંઈક આવું છે, "જીવન શું છે, કાળજીથી ભરેલું છે." અમારી પાસે ઉભા રહીને જોવાનો સમય નથી. "આની સાથે સુઝૈને ઘરે રહીને તેના લોકોની સંભાળ લેવાનો સંદેશ આપ્યો છે."
રિતિક અને સુઝૈનના થોડા વર્ષો પહેલા છૂટાછેડા થયા હતા, પરંતુ હજી પણ તે ઘણા પ્રસંગોમાં તેના બે બાળકો સાથે જોવા મળે છે. ફેમિલી પાર્ટી સિવાય તે ફેમિલી વેકેશનમાં પણ ઘણી વખત જોવા મળી છે.