ફરીદાબાદઃ CBI સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહી છે. જે અંતર્ગત સુશાંતના પિતા અને બહેનોનાં નિવેદન નોંધવા સીબીઆઈની ટીમ ફરીદાબાદ પહોંચી છે. સુશાંતના પિતા છેલ્લા કેટલાંક દિવસોથી તેમની પુત્રી અને જમાઈ ઓ.પી. સિંહ સાથે રહે છે. ઓ.પી.સિંહ ફરીદાબાદના પોલીસ કમિશનર પણ છે. સીબીઆઈ ત્યાં જશે અને તેમનું નિવેદન લેશે.
સુત્રોના જણાવ્યા અનુસાર સુશાંતની બહેન રાની સિંહ પણ તેમના પિતા સાથે છે, તેથી સીબીઆઈ તેમનું નિવેદન પણ નોંધી શકે છે. આ કેસના તપાસ અધિકારી અનિલકુમાર યાદવ છે. સીબીઆઈની સાથે તેઓ કે.કે.સિંઘની પૂછપરછ કરવા પણ પહોંચશે.
CBIની ટીમ સુશાંતના મૃત્યુ અને દિવંગત અભિનેતાના રિયા અને અન્ય લોકો સાથેના સંબંધ વિશે પૂછપરછ કરશે. અભિનેતાના પિતાની એફઆઈઆરમાં સુશાંતના બેંક ખાતામાંથી 15 કરોડ રૂપિયાની નાણાંકીય લેવડદેવડ અને છેલ્લા કેટલાક વર્ષોમાં ફિક્સ ડિપોઝિટ (એફડી)ની રકમના ઘટાડાના આક્ષેપો પણ જાહેર થશે. કેન્દ્ર સરકારની સૂચના પછી, 7 ઓગસ્ટે સીબીઆઈએ સુશાંતના મોતનો કેસ સંભાળ્યો હતો.
સીબીઆઈએ આ મામલે બિહાર પોલીસ પાસેથી તમામ દસ્તાવેજો એકઠા કર્યા છે. એક્ટરનો ઓટોપ્સી રિપોર્ટ તેમજ તેમની માનસિક સ્વાસ્થ્યની સ્થિતિને સમજવા માટે એજન્સી નિષ્ણાતોની મદદ લેશે.