મુંબઇ: પહેલા રિલીઝ થયેલા ટાઇટલ ટ્રેક પછી અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું બીજું સોંગ 'તારે ગિન' રિલીઝ થયું છે. રિલીઝ થતાની સાથે જ આ ગીત સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યું છે.
આ સોંગએ ફરી એકવાર સુશાંતની યાદ અપાવી છે. આ સોંગમાં સુશાંતસિંહ રાજપૂત અને સંજના સાંઘી રોમેન્ટિક અંદાઝમાં જોવા મળી રહ્યા છે. સોંગનું મ્યૂઝિક પણ ખૂબ રોમેન્ટિક છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'તારે ગિન' મોહિત ચૌહાણ અને શ્રેયા ઘોષાલે ગાયું છે. આ સોંગમાં સંગીત એ.આર.રહેમાનનું છે. સોંગના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યા છે.
આ ફિલ્મ 24 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. સુશાંતના નિધનને એક મહિનો વીતી ગયો છે, આવી સ્થિતિમાં આ સોંગ તેના ફેંસને ખૂબ ઈમોશનલ કરી રહ્યું છે.
આ પહેલા ફિલ્મનું ટાઇટલ ટ્રેક રિલીઝ કરવામાં આવ્યું હતું, તે લોકોને એટલું પસંદ કર્યું કે, આ સોંગ વીડિયોએ યુટ્યુબ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા.
'દિલ બેચારા' એ 2014ની હોલીવુડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ 'ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ'ની ઓફિશિયલ રિમેક છે, જે જ્હોન ગ્રીન નામની લોકપ્રિય નવલકથા પર આધારિત છે. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા આ ફિલ્મથી દિગ્દર્શક ક્ષેત્રેની શરૂઆત કરી રહ્યા છે.