ETV Bharat / sitara

રિયા-મહેશ ભટ્ટની વ્હોટ્સએપ ચેટ વાયરલ, રિયાએ મહેશ ભટ્ટને કહ્યું હતું કે... - sitaranews

સુશાંત સિંહ રાજપૂત કેસમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી વધુ ફસાતી હોય તેવું લાગી રહ્યું છે. રિયા પર સુશાંતને આત્મહત્યા કરવા પ્રેરિત કરવાનો પણ આરોપ છે. ત્યારે હવે રિયા ચક્રવર્તી અને ડાયરેક્ટર મહેશ ભટ્ટની વ્હોટ્સએપ ચેટ સામે આવી છે. જેમાં રિયા સુશાંત સાથેના સબંધને લઈ ખુશ ન હોવાનું જણાઈ છે.

Sushant Singh Rajput
સુશાંત સિંહ રાજપૂત કેસ
author img

By

Published : Aug 21, 2020, 10:10 AM IST

મુંબઈ: 14 જૂનના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપુતે પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસ હાલ સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઈની એક ટીમ મુંબઈ પહોચી છે.એ કેસમાં ફસાયેલી રિયા ચક્રવર્તીએ સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતુ કે, 8 જૂનના રોજ સુશાંતે રિયાને તેમનું ઘર છોડી જવાનું કહ્યું હતુ, કારણ કે, તેની બહેન મીતૂ તેના ઘરે આવી રહી હતી.

હાલ મહેશ ભટ્ટ અને રિયાની એક વ્હોટ્સએપ ચેટ વાયરલ થઈ છે. આ ચેટ 8 જૂનની છે. જ્યારે રિયાએ સુશાંતનું ઘર છોડ્યું હતુ, રિયાએ મહેશ ભટ્ટને લખ્યું હતું કે, આયશા આગળ વધી ગઈ છે સર, તમારી સાથે થયેલી છેલ્લી વાતચીતે મારી આંખ ખોલી નાંખી છે, તમે મારા એન્જલ છો, તમે ત્યારે પણ હતા અને આજે પણ છો.

રિયાના મેસેજનો મહેશ ભટ્ટે રિપ્લાઈ આપ્યો, હવે પાછળ વળીને ન જોતી, તારા પિતા ખુશ થશે. તારા પિતાને મારા તરફથી ખુબ ખુબ પ્રેમ.

આપને જણાવી દઈએ કે, મહેશ ભટ્ટે મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તેમની સુશાંત સાથે માત્ર 2 વખત મુલાકાત થઈ છે. જેમાં એક ફ્રેબુઆરી 2020માં જ્યારે રિયાના કહેવા પર તે સુશાંતના ઘરે આવ્યા હતા. મહેશ ભટ્ટે કહ્યું કે, તેમણે માત્ર પુસ્તકો વિશે સુશાંત સાથે વાત કરી હતી.

રિયા અને મહેશ ભટ્ટ વચ્ચેની આ ચેટ રિયાએ સુશાંતનું ઘર છોડ્યા પછીની હોવાનું માનવામાં આવી રહ્યુ છે. રિયા ચેટમાં આયશા નામનો ઉલ્લેખ કરી રહી છે. ફિલ્મ જલેબીમાં રિયાનું નામ આયશા હતુ અને આ ફિલ્મના નિર્માતા મહેશ ભટ્ટ હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.