મુંબઈઃ અભિનેતા ગુલશન દેવૈયાનું કહેવું છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન પછી લોકોમાં જે ગુસ્સો છે, તે ખોટી બાબતોને લઈને છે.
ગુલશને IANSને કહ્યુ કે, "આ વિચારવાનો અવસર છે, આરોપો લગાવાવનો નહીં. કારણ કે અહિં કેટલાય પ્રકારના કાવતરાંની થિયરીઓ છે. લોકોમાં જે ગુસ્સો છે તે ખોટી બાબતોને લઈને છે. જો તમે મને પૂછશો તો હું કહીશ ગુસ્સો કરવું ખોટું છે.'
તેમણે કહ્યું, "આપણે આ સમયે શોકની વ્યક્ત કરવાની જરૂર છે. મારા જેવા અભિનેતાઓને આ વિશે વિચારવાની જરૂર છે કે, આપણે કેવી રીતે આગળ વધવું. આપણી પાસે આટલી ધીરજ હોય કે નહીં, આપણે આપણી નિરાશાઓનો સામનો કરી શકીએ કે નહીં. કેટલીકવાર તમે ઘણાં વર્ષો સખત મહેનત કરો છો છતાં કશું થતું નથી. આ પહેલાં પણ થયું છે અને ફરીથી બનશે. તમે જે પણ કરો છો, લોકો તમને જજ કરશે. તેઓ તમારી સામે સારી વાતો કહેશે અને તમારી પાછળથી ખરાબ વાતો કરશે. તમે શું કરશો? તમે મહેનત કરવાનું બંધ કરશો અથવા આગળ વધશો? આપણે આ પ્રશ્નોના જવાબો શોધવાની જરૂર છે. ના કે, સુશાંતે કેવી રીતે જીવન ટુકાંવ્યું.'
રવિવારે સુશાંત તેમના ઘરે લટકાયેલા મળ્યા, જેનાથી ઈન્ડસ્ટ્રીઝ અને તેમના ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. મળેલી માહિતી મુજબ અભિનેતા છેલ્લા કેટલાક મહિનાઓથી ડિપ્રેશનથી લડી રહ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. એવામાં ગુલશનને લાગે છે કે, નેેપોટિઝમથી વધારે વાતો પક્ષપાતની કરવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું, ' નેપોટિઝમ કુટુંબની વંશાવલી વિશે છે. જ્યારે તમે તમારા પરિવાર પાસેથી કંઈક મેળવો અને તેનો લાભ લઈ શકો છો. પક્ષપાત વિશે વાત કરીએ, તો નિર્માતા તેના પૈસાથી ફિલ્મ બનાવી રહ્યા છે, કરદાતાઓના પૈસાથી નહીં, તેથી લોકો એમ કહી શકતા નથી કે અમે પૈસા આપ્યા છે, તેથી અમારા કહેવા મુજબ ફિલ્મ બનાવો. અથવા અમે ઇચ્છીએ છીએ કે તમે લાયકાત મુજબ લોકોને લેશો. તે ખાનગી વ્યવસાય છે.
'તેમણે કહ્યું,' તમે યોગ્યતાને માપી શકતા નથી. દરેકનો પોતાનો અભિપ્રાય છે. સુશાંતના ચાહકો તેમને વધુ લાયક માનશે. રાજકુમાર (રાવ)ના ચાહકો વિચારશે કે તે વધુ લાયક છે. મારા ચાહકો વિચારશે કે હું વધુ લાયક છું. લોકોએ આરોપ લગાવવાનું બંધ કરવું જોઈએ. જરૂરિયાત એ છે કે લોકોએ ભેદભાવ કરવાનું બંધ કરવું જોઈએ.
અભિનેતાએ 'શૈતાન', 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા', 'હંટર', અને 'મર્દ કો દર્દ નહીં હોતા' જેવી ફિલ્મોમાં નજર આવી ચૂક્યા છે.