નવી દિલ્હી: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસની જવાબદારી સુપ્રીમ કોર્ટ દ્વારા બુધવારે CBIને સોંપવામાં આવી છે. જેના એક દિવસ બાદ એજન્સીની વિશેષ ટીમ મુંબઈ જવા રવાના થશે.
CBI સૂત્રો મુજબ ગુરૂવારે સાંજે SITની ટીમ મુંબઇ માટે રવાના થઇ શકે છે. આ ટીમ મુંબઈ પહોંચીને તપાસને ઔપચારિક રીતે પોતાના હાથમાં લેશે.
સૂત્રો મુજબ મુંબઈ જનારી ટીમનું નેતૃત્વ CBI પોલીસ અધીક્ષક નૂપુર પ્રસાદ કરશે. કોવિડ-19થી સંકળાયેલી રિપોર્ટ સાથે તેઓ મુંબઇ પહોંચશે. આ આગાઉ આના કારણે જ બિહાર પોલીસની ટીમને તેનો સામનો કરવો પડ્યો હતો.
સૂત્રોએ કહ્યું કે,CBIની ટીમ દ્વારા મુંબઇ પોલીસથી તમામ દસ્તાવેજો એકત્ર કરવામાં આવશે અને તેઓ તપાસ અધિકારીને પણ મળશે જેઓ સુશાંત કેસની તપાસ કરી રહ્યા હતા. જરૂર પડશે તો ટીમ મુંબઇ પોલીસના DSP સાથે પણ વાત કરશે, જેમની સાથે સુશાંતના પરિવારે આ વર્ષે ફેબ્રુઆરીમાં અભિનેતાના જીવનને જોખમ હોવાનું જણાવી એક વોટ્સએપ ચેટ શેર કરી હતી.
એજન્સીના અધિકારીઓ બાંદ્રામાં સ્થિત સુશાંતના ઘરેની પણ મુલાકાત લઈ શકે છે, જ્યાં 14 જૂનના રોજ અભિનેતા મૃત હાલતમાં મળી આવ્યો હતો. તો આ સાથે ટીમ મૃત્યુ પછી ત્યાં પહોંચેલા પાંચ લોકોને બોલાવવાની પણ તેમની સાથે પુછપરછ કરી શકે છે. વધુ માહિતી એકત્રિત કરવા માટે ટીમ સુશાંતની બહેન મીતુ સિંહને પણ મળી શકે છે.
7 ઓગસ્ટના રોજ, બિહાર સરકારે કેન્દ્રિય એજન્સીને તપાસ માટે ભલામણ કર્યા પછી, કેન્દ્ર સરકારના આદેશ પર CBIએ 34 વર્ષીય અભિનેતાના મોતની તપાસની જવાબદારી સંભાળી હતી.
25 જુલાઇના રોજ બિહાર પોલીસની પાસે સુશાંતના પિતા કે.કે. સિંહ દ્વારા દાખલ ફરિયાદના આધારે CBIએ પણ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી,તેમના પિતા ઇંદ્રજીત,માતા સંધ્યા,ભાઇ શોવિક,સુશાંતના પૂર્વ મેનેજર શ્રુતિ મોદી અને ફ્લેટ મેટ સૈમુઅલ મિરાંડા સહિત અન્ય લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
CBIએ સુશાંતના પિતા અને તેમની મોટી બહેન રાની સિંહનો નિવેદન પણ દાખલ કર્યો છે.સુત્રઓ મુજબ,નિવેદનમાં તેમના પિતાએ કહ્યું છે કે,આ આત્મહત્યા નથી પરંતુ હત્યા છે.