ETV Bharat / sitara

સુશાંતના નિધનને એક મહિનો પૂરો થતાં બહેન શ્વેતાસિંહે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી - શ્વેતાસિંહ કીર્તિએ તેના સોશ્યલ મીડિયા પર પોસ્ટ

સુશાંતસિંહ રાજપૂતનાં નિધનને 14 જુલાઇના રોજ એક મહિનો થઈ ગયો છે. 14 જૂને, અભિનેતા તેના બાંદ્રાના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા. અભિનેતાના મૃત્યુનો એક મહિનો પૂરો થતાં તેની બહેન શ્વેતાસિંહે તેમને યાદ કરતા, એક ફોટો શેર કર્યો અને તેની સાથે ભાવનાત્મક પોસ્ટ પણ લખી હતી.

સુશાંતસિંહના નિધનને એક મહિનો પૂરો થતાં બહેન શ્વેતસિંહે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી

author img

By

Published : Jul 15, 2020, 4:58 PM IST

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂતના નિધનને મંગળવારના રોજ એક મહિનાનો સમય વીતી ગયો છે. ત્યારે, અભિનેતાની બહેન શ્વેતાસિંહ કીર્તિએ તેના સોશ્યલ મીડિયા પર તેના ભાઈ સાથેનો એક ફોટો શેર કર્યો છે. જેની સાથે તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી.

શ્વેતાએ ફોટા સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'તમે અમને એક મહિના પહેલા છોડી ગયા હતા, પરંતુ અમે હજી પણ તમારી હાજરી અનુભવીએ છીએ. લવ યુ ભાઈ આશા છે કે, તમે જ્યાં છો, ત્યાં હંમેશા ખુશ રહેશો.’

આ પહેલા પણ શ્વેતાએ એક વીડિયો શેર કર્યો હતો અને સુશાંતના ફેંસનો આભાર માન્યો હતો. જેમણે આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપ્યો.

તમને જણાવી દઈએ કે, 14 જુલાઇએ રિયા ચક્રવર્તી અને અંકિતા લોખંડેએ પણ સુશાંતના મૃત્યુ પછી પહેલીવાર ઇન્સ્ટાગ્રામ પર તેમની પોસ્ટ શેર કરી હતી.

અંકિતા લોખંડેએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ઘરના મંદિરની સામે એક પ્રગટાવેલા દીપનો ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે, ‘ચાઇલ્ડ ઓફ ગોડ’ સુશાંતના નિધનને કારણે અંકિતાને ખૂબ દુુ:ખ પહોંચ્યું છે.

ત્યારે, અભિનેતાના ફેંસ આતુરતાથી સુશાંતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચરા'ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. જે 24 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં સુશાંતની સાથે અભિનેત્રી સંજના સાંઘી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.