મુંબઇ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસ દ્વારા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહેશ ભટ્ટને મુંબઇ પોલીસે આજે બપોરે 12 વાગ્યે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા જણાવ્યું હતું.
જે બાદ મહેશ ભટ્ટે આજે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું. પોલીસ સ્ટેશનની બહાર નીકળતી વખતે તે કેમેરામાં કેદ થયા હતા. મહેશ ભટ્ટે કોરોના વાઇરસને લઇને ચહેરા પર શિલ્ડ મૂક્યું હતું.
-
Mumbai: Director-Producer Mahesh Bhatt leaves from Santa Cruz Police Station, where he had come to record his statement in connection with actor Sushant Singh Rajput's death case. pic.twitter.com/KW34PPBuH6
— ANI (@ANI) July 27, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mumbai: Director-Producer Mahesh Bhatt leaves from Santa Cruz Police Station, where he had come to record his statement in connection with actor Sushant Singh Rajput's death case. pic.twitter.com/KW34PPBuH6
— ANI (@ANI) July 27, 2020Mumbai: Director-Producer Mahesh Bhatt leaves from Santa Cruz Police Station, where he had come to record his statement in connection with actor Sushant Singh Rajput's death case. pic.twitter.com/KW34PPBuH6
— ANI (@ANI) July 27, 2020
પાછલા દિવસે એટલે કે રવિવારે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે સુશાંત આત્મહત્યા કેસમાં મહેશ ભટ્ટ અને કરણ જોહરના મેનેજરની પૂછપરછ કરવામાં આવશે.
સુશાંત સિંહ રાજપૂતના મામલે મહેશ ભટ્ટ અને કરણ જોહર સતત ટ્રોલ થઈ રહ્યા છે. સુશાંતની કારકિર્દી બગાડવા માટે કરણ જોહર પર આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. આલિયા ભટ્ટ, સોનમ કપૂર, સોનાક્ષી સિંહા સહિત ઘણા સ્ટાર કિડ્સ પણ જબરદસ્ત રીતે ટ્રોલ થઈ રહ્યા છે.