ન્યૂઝ ડેસ્ક: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનથી તેના ચાહકો હજુ પણ દુખી છે. સુશાંત સમયાંતરે સોશિયલ મીડિયા (Social Media) પર ટ્રેન્ડ થવા લાગે છે. આ સંજોગોમાં સુશાંતના ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. સુશાંતના ચાહકોને યાદ હશે કે અભિનેતાને સ્પેસનો જબરો શોખ હતો. સુશાંતે તેના આ શોખને પગલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગેલેક્સીની તસવીરો પણ શેર કરી હતી. સુશાંતના અવકાશ પ્રત્યે આ પ્રેમ જોઈ 'સુશાંત મૂન' તરીકે (Sushant Moon Day) ઉજવવાનું નક્કી કર્યું છે.
અમેરિકન લૂનર સોસાયટીએ કરી આ જાહેરાત
અમેરિકન લૂનર સોસાયટીએ તેની સત્તાવાર વેબસાઇટ પર જાહેરાત કરી છે કે, પહેલીવાર 21 જાન્યુઆરી, 2023ના રોજ સુશાંતના જન્મદિવસને (Sushant Singh Rajput Birthday) 'સુશાંત મૂન' ડે તરીકે ઉજવવામાં આવશે. અમેરિકન લુનાર સોસાયટીએ આ અંગે કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે 'સુશાંત મૂન' એક ઐતિહાસિક અને વાર્ષિક ઈવેન્ટ બને. જો કે એવું જરૂરી નથી કે દર વર્ષે સુશાંતનો જન્મદિવસ અમાવસ્યાની રાતે જ હોય. ટ્વિટરના આંકડા મુજબ, સુશાંત સિંહ રાજપૂતના ચાહકોએ તેના માટે લગભગ 5.3 મિલિયન ટ્વિટ કર્યા છે. ટ્વિટર પર #SushantDay ટ્રેન્ડમાં છે. એવી બાતમી છે કે, સુશાંત સિંહ રાજપૂતે ચંદ્ર પર જમીન પણ ખરીદી હતી. તેણે ચંદ્ર પર મેર મોસ્કોવિયેન્સના સમુદ્રના મસ્કોવીમાં જમીન ખરીદી હતી.
આ પણ વાંચો: UP Election Results 2022: 'બિકીની ગર્લ' અર્ચના ગૌતમ પાછળ, જાણો કોણ છે આ ગર્લ
સુશાંત ફિલ્મ 'ચંદા મામા દૂર કે' સાઇન કરી હતી
ઉલ્લેખનીય છે કે, સુશાંત ફિલ્મ 'ચંદા મામા દૂર કે' કરવાનો હતો. અભિનેતાએ ફિલ્મ સાઈન પણ કરી લીધી હતી અને આ ફિલ્મમાં સુશાંત અવકાશયાત્રીની ભૂમિકા ભજવવાનો હતો. આ માટે સુશાંત નાસા પણ ગયો હતો. આ સંજોગોમાં સુશાંતના મૃત્યુને કારણે, આ ફિલ્મ અંગે અત્યારે કોઈ ખાસ માહિતી નથી.
આ તારીખે સુશાંતની મોતના સમાચાર મળ્યા હતા
14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂત મુંબઈમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતનું મોત કેવી રીતે થયું તેની સીબીઆઈ તપાસ હજુ ચાલુ છે.
આ પણ વાંચો: આલિયા ભટ્ટના લુકમાં 'બચ્ચન પાંડે'ને પ્રમોટ કરતી 'પરમ સુંદરી' ક્રિતી સેનનની જુઓ ઝલક