મુંબઈ: ભૂષણ કુમાર અને આનંદ એલ. રોયની આગામી ફિલ્મ 'અતરંગી રે'નું શૂટિંગ ગુરૂવારથી શરુ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સારા અલી ખાન, અક્ષય કુમાર અને ધનુષ જોવા મળશે.
અક્ષય કુમાર, ધનુષ અને સારા અલી ખાનની લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ અતરંગી રેની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા ફિલ્મમાં રિતિક રોશન અક્ષય કુમારને બદલે જોવા મળવાનો હતો, પરંતુ છેલ્લે અક્ષયની પસંદગી કરવામાં આવી. આ ફિલ્મ ઝીરો પછી ડિરેક્ટર આનંદ એલ રાયની આગામી ફિલ્મ હશે.
અતરંગી રે માં પ્રથમ વખત સારા અલી ખાન, અક્ષય કુમાર અને ધનુષ એક સાથે સ્ક્રીન પર જોવા મળશે. આનંદ એલ. રાયની આગામી ફિલ્મ અતરંગી રેની જાહેરાત થયા બાદથી સતત ચર્ચા ચાલી રહી હતી. આ ફિલ્મના કલાકારોની પસંદગી જોઇને જ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, સારા અલી ખાન અને ધનુષને લેવામાં આવ્યા છે. સૌથી પહેલા તો આ જાણીને એમ થાય કે સારા અને ધનુષ પ્રેમમાં હશે અને અક્ષય તેમના મેન્ટરની ભૂમિકામાં હશે, પરંતુ આનંદે આ વાતને રદિયો આપતાં કહ્યું કે, અક્ષય અને ધનુષ બંને સારાને પ્રેમ કરે છે. આથી જ અમે આ ફિલ્મને અતરંગી રે એવું નામ આપ્યું છે. આમાં બે જુદી-જુદી સંસ્કૃતિના યુવક-યુવતી વચ્ચે પાંગરતાં પ્રેમની કથા છે. છોકરી બિહારની અને છોકરો મદુરાઇનો છે.
આ ફિલ્મ 14 ફ્રેબુઆરી 2021ના વેલેન્ટાઇન્સ ડે પર રિલીઝ થશે.