મહારાષ્ટ્ર: સિદ્ધાર્થ પિઠાણી અને નીરજ DRDO ગેસ્ટ હાઉસ પહોંચ્યાં છે. મુંબઈ પોલીસની એક પોલીસ ટીમ સાંતાક્રૂજ DRDO ગેસ્ટ હાઉસ પહોંચી છે. જ્યાં સુશાંતસિંહ રાજપૂત કેસ મામલે તપાસ કરી રહેલી CBI ટીમ રોકાયેલી છે.
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે તપાસ કરી રહેલા CBIના અધિકારી મુંબઈ સ્થિત એક રિસોર્ટમાં ગયા હતાં. જ્યાં અભિનેતાએ કેટલાક મહિનાઓ વીતાવ્યા હોવાના સમાચાર છે. અધિકારીઓએ DRDO અતિથિગૃહમાં અભિનેતાના રસોયાની તેમજ મિત્રની પુછપરછ હાથ ધરી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર, CBI અધિકારીઓની ટીમ અંધેરીમાં વાટરસ્ટોન રિસોર્ટ પહોંચી અને સુંશાતસિંહ રાજપૂત કેસ મામલે કર્મચારીઓની પુછપરછ કરી હતી.
અધિકારીઓએ કહ્યું કે, આ વચ્ચે સુશાંતના એકાઉન્ટેડ મેવાતી, ફ્લેટમાં તેમની સાથે રહેનાર સિદ્ધાર્થ પિઠાણી અને રસોઈયા નીરજસિંહ CBI સાથે પુછપરછ માટે DRDO અતિથિગૃહ પહોચ્યાં હતા. બાંદ્રામાં આવેલા સુશાંતસિંહ રાજપૂતના ઘરમાં આ ત્રણ વ્યક્તિઓ 14 જૂનના હાજર હતા, જ્યારે 34 વર્ષીય અભિનેતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.