ચેરીટીથી આવતા પૈસાને કંસર્ન ઈન્ડિયા ફાઉન્ડેશન નામના ટ્રસ્ટને દાન કરવામાં આવશે, જે ગરીબ મહિલાઓ અને બાળકોને મદદ કરે છે. આ સાડીની નીલામી 40,000થી શરૂ થઈ 1,30,000 સુધી વેબસાઈટ Pariseraમાં કરવામાં આવશે. સાડી સાથે એક લાગણીશીલ વર્ણન પણ કરવામાં આવ્યું છે.
શ્રીદેવી વિશે કહેવામાં આવ્યું કે, "ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શરૂઆતી દિવસોથી જ શ્રીદેવીએ પોતાની સિગ્નેચર સ્ટાઈલ બનાવી લીધી હતી. સાઉથ ઇન્ડિયન ઘરમાં જનમ્યા હોવાથી શ્રીદેવીએ આ સાડી પોતાની ઓળખાણના રુપમાં પહેરી હતી અને એક અલગ ઓળખાણ બનાવી. ચાર દશકા સુધી સ્ક્રીન પર ચાંદની બની છવાયેલી શ્રીદેવી છેલ્લે 'મોમ' ફિલ્મમાં જોવા મળી હતી. તેમણે 'ખુદા ગવાહ' 'મિ. ઈન્ડિયા' અને 'ચાંદની' જેવી અનેક સુપરહિટ ફિલ્મોથી દર્શકોના મનમાં જગ્યા બનાવી હતી.
શ્રીદેવીના નિધન બાદ વર્ષ 2018માં તેમની મોટી પુત્રી જાહન્વી કપુરે 'ધડક' ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી છે. હવે તેમની નાની પુત્રી ખુશી કપૂર પણ બોલીવુડમાં ડેબ્યુ કરે તેવી ચર્ચા થઈ રહી છે.