વોશિંગ્ટન: ટોમ ક્રૂઝની આગામી ફિલ્મ 'મિશન ઇમ્પોસિબલ' કોરોના વાઇરસના કારણે લાગેલા લોકડાઉનના કારણે અસર પડી છે. એક્શન સિરીઝના 7માં અને 8માં ભાગની રિલીઝને આગળ ધકેલી દેવામાં આવી હતી.
હવે ફ્રેન્ચાઇઝીની 7મી સિક્વલ ફિલ્મને નવી રિલીઝ ડેટ મળી ગઈ છે, અગાઉ આ ફિલ્મ 23 જુલાઇએ થિયેટરોમાં આવવાની હતી, હવે તે 19 નવેમ્બર, 2021 ના રોજ રિલીઝ થશે.
'મિશન: ઇમ્પોસિબલ 8' આગાઉ 5 ઓગસ્ટ, 2022 ના રોજ થિયેટરોમાં આવવાની હતી, તે હવે 4 નવેમ્બર, 2020 ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે.
બે સુપરહીરો ફિલ્મ - 'ડોક્ટર સ્ટ્રેન્જ ઇન મલ્ટિવર્સી ઓફ મેડનેસ' અને 'સ્પાઇડર મેન' સિક્વલનેી રીલીઝ તારીખ આગળ ધપાવી દેવામાં આવી છે.માર્વેલના 'ડોક્ટર સ્ટ્રેન્જ' નો આગળનો ભાગ 5 નવેમ્બર 2021 થી 25 માર્ચ, 2022 સુધી વધારવામાં આવ્યો છે. ફિલ્મમાં બેનેડિક્ટ કમ્બરબેચ મુખ્ય ભૂમિકામાં છે.સોની પિક્ચર્સે 'સ્પાઇડર મેન' ની આગામી બે અનડાઇટલ્ડ સિક્વલ ફિલ્મની રિલીઝ તારીખ આગળ ધપાવી દીવામાં આવી છે.
'સ્પાઇડર મેન: ફાર ફ્રોમ હોમ' ની સિક્વલ, જે 16 જુલાઈ, 2021 ના રોજ આવવાની હતી, તે હવે તે વર્ષના 5 નવેમ્બરના રોજ આવશે. આ સિવાય 'સ્પાઇડર મેન: ઇંટુ સ્પાઇડર-વર્સે'ની સિક્વલ 8 એપ્રિલ, 2022 ને બદલે 7 ઓક્ટોબર 2022 માં રિલીઝ થશે.
આ સિવાય 'એફ 9' અને 'નો ટાઇમ ટુ ડાઇ' ની રિલીઝ પણ મુલતવી રાખવામાં આવી હતી, જે હવે આવતા વર્ષે રિલીઝ થવાની સંભાવના છે.