એસપી બાલાસુબ્રહ્મણ્યમ કોરોના નેગેટિવ હોવાની વાત અફવાઃ એસપી ચરણ - એસપી બાલાસુબ્રહ્મણ્યમ કોરોના નેગેટિવ
એસપી બાલાસુબ્રમણ્યમના પુત્ર એસપી ચરણે સુપ્રસિદ્ધ ગાયકનો કોરોના રિપોર્ટ નેગેટિવના સમાચારને અફવા કહી ફગાવ્યા છે.
ચેન્નાઈ: એસપી બાલાસુબ્રમણ્યમના પુત્ર એસપી ચરણે તે અફવા ફગાવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમના પિતાનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
તેમણે એક વીડિયો શેર કરતાં કહ્યું કે, હું સામાન્ય રીતે હોસ્પિટલની મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા પછી પ્પાના સ્વાસ્થ્યની અપડેટ્સ શેર કરૂં છું, પરંતુ દુર્ભાગ્યપૂર્ણ મને સવારે પોસ્ટ કરવા મજબૂર કરવામાં આવ્યો છે. હું એકમાત્ર એવો વ્યક્તિ છું, જેને પપ્પા અંગેની માહિતી આપવામાં આવે છે. પપ્પા અંગેની માહિતી, તમામ અપડેટ્સ પહેલા મારી પાસે આવે છે અને તે પછી જ હું તેને મીડિયામાં પોસ્ટ કરૂં છું. આજે કમનસીબે એક અફવા ફેલાઈ રહી છે કે પપ્પાનો કોવિડ -19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
તેમણે અંતમાં કહ્યું કે, ભલે તેમનો કોવિડ ટેસ્ટ નેગેટિવ અથવા પોઝિટિવ આવ્યો હોય, તેમની પરિસ્થિતિ હજૂ એવી જ છે. ક્લિનિકલ રીતે તે, ECMO વેન્ટિલેટર પર છે. સદભાગ્યે તેમની સ્થિતિ સ્થિર છે અને અમને આશા છે કે, સ્થિરતા તેમના ફેફસાંને સાજા કરવામાં મદદ કરશે. જેથી કૃપા કરીને અફવા ફેલાવવા વાળાથી દૂર રહો. ડૉક્ટરો અને મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ હું સોમવારે સાંજે એક પોસ્ટ કરીશ અને હું તમને એક અપડેટ આપીશ. ખૂબ ખૂબ આભાર.
22 ઓગસ્ટના રોજ જાહેર કરવામાં આવેલા એક બુલેટિન અનુસાર, પ્લેબેક સિંગરને લાઈઉ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે અને તજજ્ઞોની એક ટીમ તેમના પર ધ્યાન રાખી રહી છે. જો કે, તેમની સ્થિતિ પહેલાં કરતાં સ્થિર છે.