મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલીનું નામ સામે આવતાં તે ખૂબ નારાજ છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ મૂકીને આ બાબતે સ્પષ્ટતા કરી છે કે, આ મામલમાં તેને કંઈ લેવાદેવા નથી. સૂરજ પંચોલીએ તે બાબતોને પણ ફગાવી દીધી હતી કે, 13 જૂને તેના ઘરે પાર્ટી થઈ હતી.
ઇન્સ્ટાગ્રામ પર, સૂરજે મીડિયા અહેવાલોની ટીકા કરી હતી. એક તસવીર પણ વાઇરલ થઈ છે જેમાં સૂરજ સાથેની યુવતીને દિશા જણાવવામાં આવી છે. આ પછી સૂરજે સ્પષ્ટતા કરી હતી કે, તસવીરમાં દેખાતી છોકરી દિશા નથી, પરંતુ તેની મિત્ર અનુશ્રી ગૌર છે. અભિનેતાએ સ્નેપશોટ શેર કરીને માહિતી આપી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સૂરજ પંચોલીએ પોસ્ટમાં લખ્યું કે, "શું મીડિયા પર આપણે વિશ્વાસ કરવો જોઈએ? વર્ષ 2016માં લેવાયેલા આ ફોટામાં દેખાતી યુવતી 'દિશા સાલિયાન' નહીં પણ મારી મિત્ર અનુશ્રી ગૌર છે, જે ભારતમાં નથી રહેતી."
સૂરજે કહ્યું કે, "આ મામલમાં ઈરાદાપૂર્વક મારું નામ જોડવામાં આવે છે." અભિનેતાએ કહ્યું કે, "મેં પહેલા પણ કહ્યું છે અને ફરી એક વાર હું કહું છું કે દિશાને હું ક્યારેય મળ્યો નથી અને ક્યારેય વાત કરી નથી."
દિશા કેસમાં પોતાનું નામ જોડાયા બાદ સૂરજ પંચોલીએ કહ્યું હતું કે "આ બરાબર નથી અને જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેમને થોડી સમજ અને માનવતા હોવી જોઈએ. તેઓએ કહ્યું કે આ લોકો મારું જીવન બરબાદ કરી રહ્યા છે."
સૂરજે સુશાંતની આત્મહત્યા વિશે કહ્યું હતું કે, "સુશાંતે આત્મહત્યા કરી છે કે નહીં તે તેમને ખબર નથી, પરંતુ લોકો તેમને આત્મહત્યા કરવા માટે મજબૂર કરશે."