- સોનુ સૂદે વધુ એક મદદગારીનો વીડિયો શેર કરી લોકો સુધી પહોંચાડ્યો સંદેશ
- સોશિયલ મીડિયામાં વીડિયો મૂકીને લોકો સુધી પહોંચાડ્યો સંદેશ
- સોનુ સૂદનું સાયકલ પર ચાલતું ભારે ડિસ્કાઉન્ટવાળું માર્કેટ
અમદાવાદઃ બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ તેમની પરોપકારી ભાવનાના કારણે કોરોનાકાળમાં અલગ જ પ્રસિદ્ધિના પ્રકાશમાં આવ્યા છે. તેમણે અનેક જરુરિયાતમંદોને કરેલી મદદની વાતો દેશભરમાં લોકોના દિલમાં વસી ગઈ છે. એવામાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેમણે એક એવો વીડિયો મૂક્યો છે. જે સોનું સૂદની લોકપ્રિયતામાં વધુ એક લોકચાહનાનું પીછું ઊમેરે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સોનુ સૂદ (Sonu Sood)પરપ્રાંતી મજૂરોની મદદ કરવા આગળ આવ્યાં
સોનુ સૂદ જરૂરિયાતવાળા લોકોની મદદ કરવા માટે હમેશા તત્પર હોય છે. વીતેલા વર્ષે કોરોનાકાળમાં પરપ્રાંતી મજૂરોની મદદ કરવા આગળ આવ્યાં હતાં અને તેઓ આજે સોનુ સૂદને ભગવાનની જેમ પૂજી રહ્યાં છે. મજૂરોને પોતાના વતન મોકલવાની વાત હોય કે, ઓક્સિજન પહોંચાડવાની વાત હોય. આ બધા કામ કરવામાં સોનુ સૂદનું નામ લેવાય છે. સોનુ સૂદ કેટલાય વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે, જેનાથી તેમના ફેન્સ તેમને ખૂબ પ્રેમ કરે છે.
આ પણ વાંચોઃ સોનુ સૂદે જન્મ દિવસ પર કરી 3 લાખ નોકરીની જાહેરાત
સોનુ સૂદે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર
હમણાં જ સોનુ સૂદે એક વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. જેમાં તેઓ પોતાની સુપરમાર્કેટ ખોલતા નજર આવી રહ્યાં છે. ફક્ત સુપરમાર્કેટ નહીં પણ સોનુની માર્કેટ છે. જે ભારે ડિસ્કાઉન્ટવાળું માર્કેટ છે. સોનુ સૂદે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, તે વીડિયોમાં સોનુ સૂદ સાયકલ પર બેઠાં છે અને તે સાયકલ પર બેઠાંબેઠાં વસ્તુઓ વેચી રહ્યાં છે. સાથે કહી રહ્યાં છે કે ‘મારી પાસે બધું જ છે. ઈંડા 6 રૂપિયાના 40ની બ્રેડ અને 22ના પાંવ છે. રસ્ક છે અને બિસ્કિટ પણ છે. તમે ઝડપથી ઓર્ડર કરો મારો ડિલિવરી કરવાનો સમય આવી ગયો છે. તે બહુ જરૂરી છે. ચલો ચલતે હૈ. સોનુ સૂદની સુપરમાર્કેટ એકદમ ફિટ હૈ બોસ
આ પણ વાંચોઃ રાષ્ટ્રીય કરાટે એથલીટ વિજેન્દ્ર કૌરની વારે આવ્યા સોનુ સૂદ, લિગામેન્ટનું ઓપરેશન સફળ રહ્યું
સોનુ સૂદ સેવાકાર્યો કરીને લોકોના દિલ જીતી લીધાં
સોનુ સૂદે કેપ્શનમાં લખ્યું છે કે, હોમ ડિલિવરી ફ્રી છે અને 10 ઈંડાની સાથે એક બ્રેડ ફ્રી છે. હીરોની સાથે આ વીડિયો પર સેલેબ્સના પણ રીએક્શન મળી રહ્યાં છે. અત્રે નોંધનીય છે કે, સોનુ સૂદ લોકોને ભણાવવા, સારવાર, કામકાજ, નોકરી જેમાં મદદ કરે છે. સોનુ સૂદના આવા સેવાભાવી કામને કારણે કેટલાક ગામડામાં તેની મૂર્તિ બનાવીને તેની પૂજા પણ કરાય છે. તેમણે સેવાકાર્યો કરીને લોકોના દિલ જીતી લીધાં છે. તેમણે લોકો સુધી સંદેશ પહોંચાડ્યો હતો.