મુંબઈ - અભિનેતા સોનૂ સૂદે સ્વાસ્થ્ય કર્મીઓ માટે પોતાની હોટલનો ઉપયોગ કરવા કહ્યું હતું. અભિનેતાએ કહ્યું હતું કે કોરોના વાઈરસ વિરુદ્ધ લડનારા સ્વાસ્થ્ય કર્મીઓ 'અસલી હિરો' છે.
અભિનેતાએ જૂહુ સ્થિત પોતાની હોટલમાં ડૉક્ટર, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફ માટે રહેવાની વ્યવસ્થા કરી છે.
અભિનેતાએ કહ્યું હતું કે, 'લોકોની જિંદગી બચાવવા માટે કામ કરી રહેલા ડૉક્ટર, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફ માટે હું મારી હોટલના દરવાજા ખોલું છું, જે મારા માટે સમ્માનની વાત છે.'