- શિલ્પા શેટ્ટી ડાન્સ શોમાંથી દૂર જતી રહી
- તેને સ્થાને સેલિબ્રિટી જજ તરીકે જોવા મળી સોનાલી
- સોનાલીએ 20 વર્ષ જૂનું જેકેટ પહેરી તેની યાદગાર અંગે શેર કરી પોસ્ટ
ન્યૂઝ ડેસ્ક- રાજ કુન્દ્રાની ધરપકડ પછી શિલ્પા શેટ્ટી લાઈમલાઈટમાંથી દૂર જતી રહી છે. તે સુપર ડાન્સર 4માં જજના રૂપમાં હવે જોવા મળતી નથી. દરેક વીકએન્ડ પર કોઈ ને કોઈ સેલિબ્રિટી પહોંચે છે, અને શોમાં જજની સાથેની ખુરશીમાં બેસે છે. આ વખતના શોમાં સોનાલી બેન્દ્રે ( Sonali Bendre ) જોવા મળશે.
સોનાલી આ પહેલાં પણ અનેક શો જજ કરી ચૂકી છે. તેના ફેન્સ તેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે.
સોનાલીએ ( Sonali Bendre ) સુપર ડાન્સર 4 શોમાં પેન્ટ્સ, મેચિંગ ટોપ અને લેયર્ડ નેકલેસ પહેર્યો છે. હમેશાંની જેમ તેણે કર્લી વાળ કર્યા છે અને તે ખૂબ સુંદર દેખાઈ રહી છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. અને તેણે તેની સાથે જૂની યાદ પણ શેર કરી છે.- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સોનાલીએ ( Sonali Bendre )જે જેકેટ પહેર્યું છે તે 20 વર્ષ જૂનું છે. તેના સંદર્ભમાં તે કહી રહી છે કે કેટલીક ચીજવસ્તુઓ ઉંમરની સાથે વધુ સુંદર હોય છે. અહીંયા હું મારા જેકેટની વાત કરી રહી છું. મેં રોહિત બલના કલેક્શનમાંથી આ ખૂબ સુંદર જેકેટને બે દશક પહેલા પહેર્યું હતું અને હું ખુશ છું કે તેને હું ફરીથી પહેરી રહી છું.
સોનાલીએ ( Sonali Bendre ) ઈન્સ્ટાગ્રામ ( Instagram ) પર જૂનો અને નવો બન્ને ફોટો શેર કર્યા છે. જૂના ફોટામાં તે શાહરૂખ ખાન અને રોહિત બલ સાથે જોવા મળી રહી છે. - " class="align-text-top noRightClick twitterSection" data="
આ પણ વાંચોઃ સોનુ સુદ શ્રીનગરની દુકાનમાં ચપ્પલ વેચતો દેખાયો, 'મારું નામ લો-20 ટકા ડિસ્કાઉન્ટ લઈ જાવ'
આ પણ વાંચોઃ મુંબઈ હાઈકોર્ટે પોર્નોગ્રાફી કેસમાં રાજકુંદ્રાની જામીન અરજી ફગાવી