મુંબઇ: હિન્દી અને મરાઠી ફિલ્મોની અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ તેમના જન્મદિવસ પર ચાહકોને સૌથી મોટી ભેટ આપી હતી. ટીવી અભિનેત્રીએ ખુલાસો કર્યો કે, તેની ફેબ્રુઆરીમાં કૃણાલ બેનોડેકર સાથે સગાઈ થઈ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેત્રીએ તેમના જન્મદિવસના અંત સુધીમાં ફોલોઅર્સને સગાઈની વાત કરીને ચોંકાવી દીધા હતા. સાથે જ કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી, જેમાં અભિનેત્રી તેના મંગેતર સાથે જોવા મળી રહી છે.
તસવીરો પોસ્ટ કરતાં અભિનેત્રીએ લખ્યું હતું કે, 'મારો જન્મદિવસ પૂરો થાય તે પહેલાં, હું વિશેષ જાહેરાત કરવા માંગુ છું .. તો મળો મારા મંગેતર કુણાલ બેનોડેકરને. @keno_bear' આ પછી, તેમણે મરાઠીમાં લખ્યું હતું કે, તેમણે 2 ફેબ્રુઆરી, 2020 ના રોજ સગાઈ કરી હતી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ સગાઈના ફોટાથી ભરેલું છે. આ કપલને અભિનંદન આપતાં ચાહકોએ ઘણી કમેન્ટ્સ કરી હતી.
રિયાલિટી શૉ 'યુથ ડાન્સિંગ ક્વીન'ના જજે પણ તેમનો ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ ફોટો બદલ્યો છે. જો કે, અભિનેત્રીએ હજુ સુધી તેના લગ્નની તારીખ જાહેર કરી નથી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
નોંધનીય છે કે, સોનાલીએ મુખ્યત્વે મરાઠી ફિલ્મો અને 'ગ્રાન્ડ મસ્તી' અને 'સિંઘમ'માં બોલિવૂડમાં કામ કર્યુ છે. જ્યારે કૃણાલ વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બેંકર છે.