મુંબઇ: અભિનેત્રી સોનાક્ષી સિન્હા થોડા સમય પહેલા રામાયણ સંબંધિત સવાલના જવાબ નહીં આપવા બદલ ટ્રોલનો સામનો કરી હતી. આવી સ્થિતિમાં આધ્યાત્મિક ગુરુ રવિશંકર સાથે તાજેતરમાં લાઈવ વાતચીત દરમિયાન રવિશંકરે અભિનેત્રીને ટ્રોલર્સને અવગણવાની સલાહ આપી હતી.
આ ટ્રોલની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી, જ્યારે સોનાક્ષી અમિતાભ બચ્ચનના શો 'કૌન બનેગા કરોડપતિ' પર આવી હતી. તેને એક સવાલ પૂછવામાં આવ્યો, 'હનુમાન સંજીવની બૂટી કોના માટે લાવ્યો?' જેનો જવાબ સોનાક્ષી આપી શકી ન હતી.
આ એપિસોડ પછી એક વ્યક્તિએ ટ્વીટ કર્યું કે, સોનાક્ષી સિંહાના કુટુંબના કેટલાક નામ શત્રુઘન (પિતા), લવ (ભાઈ), કુશ (ભાઈ), રામ (કાકા), લક્ષ્મણ (કાકા), ભરત (કાકા) છે જ્યારે પિતાના નિવાસ સ્થાનનું નામ રામાયણ છે છતાં સોનાક્ષી સિંહા કેમ મૂંગી કેમ છે?
આ ઘટના પાંચ મહિના બાદ પણ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રવિશંકર સાથે તાજેતરમાં થયેલી વાતચીતમાં અભિનેત્રીએ તેમને આ ઘટના વિશે જણાવ્યું હતું.
અભિનેત્રીએ આ ઘટનાને યાદ કરતાં કહ્યું કે, મેં એક હરીફ સાથે ભાગ લીધો હતો. સંજીવની બુટ્ટી પર એક સવાલ પૂછવામાં આવ્યો, અને એક ક્ષણ માટે હું અને રૂમા (હરીફ) બંને અવાક થઈ ગયા. સાચું કહું તો અમને થોડી મૂંઝવણ હતી, કેમ કે આપણે રામાયણ વાંચી અને જોઈને મોટા થયા છીએ. પણ એ વાતને લાંબો સમય વિતી ગયો હતા. આ નિરાશાજનક વાત છે કે, લોકો હજૂ પણ એ ભૂલ પર ટ્રોલ કરી રહ્યાં છે.
આધ્યાત્મિક નેતાએ તેમને ટ્રોલર્સને ગંભીરતાથી ન લેવાની સલાહ આપતા જણાવ્યું હતું કે, લોકો ઘણીવાર અન્યમાં ખામીઓ શોધવાનો પ્રયત્ન કરે છે, તેથી તેઓને પોઝિટિવ લેવું જોઈએ.
અભિનેત્રીએ રામાયણનો એક ટૂંકો સાર પણ શેર કર્યો
સોનાક્ષી સિન્હાએ કહ્યું, 'રામાયણ ભગવાન રામ વિશે છે, જે દરેક વ્યક્તિને કેવી રીતે ઉત્તમ વ્યક્તિ, ઉત્તમ પુત્ર, ઉત્તમ પિતા, ઉત્તમ પતિ બનવા શીખવે છે. લોકો તેમાથી શિખ્યા વગર જ મને ટ્રોલ કરે છે.
રવિશંકરે આ બાબતે જણાવ્યું કે, દરેકની માનસિકતા જુદી જુદી હોય છે, અને તેમણે હળવાશ લેવા જેઈએ.