મુંબઇ: આ સમયે સમગ્ર વિશ્વમાં રહેલા કલાકારો અને સંગીતકારોના અનેક શો તથા રિકોર્ડિગ બંધ થઇ ગયા છે. આમાંથી અમૂક ફ્રીલાંસર છે અને આવા સમયમાં તેમના ચાહકો માટે કંઇક અલગ કરવું મહત્વનું છે. સિંગર સોના મોહપાત્રા હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે અને તેના ચાહકો સાથે જોડાયેલી હોય છે.
સોનાએ હાલમાં જ તેના પેજ પર એક પ્રોગ્રામને સફળતાપૂર્ણ રીતે આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં તેણે તેના સંગીત વીડિયોથી ત્રણ લુક ઓળખવા અને ગીત વિશે જણાવવા માટે કહેવામાં આવ્યું હતું. જેના સાચા જવાબ આપનાર પ્રથમ 20 લોકોને વિજેતા પસંદ કરવાના હતા.
સોનાના વધારે ગીતો તેના સહકાલાકાર મિત્ર રામ સંપત દ્વારા રચવામાં આવ્યા છે. સોનાએ આ સ્પર્ધા વિશે જણાવતા કહ્યું કે,આ ગીતોમાં મારા અને રામ દ્વારા એક સાથે બનાવવામાં આવેલા એલબમ,ડેલી બેલી, તલાશ,ફુકરે જેવા ફિલ્મો સિવાય સત્યમેવ જયતે અને કોક સ્ટૂડિયો જેવા શોમાં ગાવામાં આવેલા ગીતો પણ સામેલ હશે.