ETV Bharat / sitara

સિચ્યુએશનલ કોમેડી કલાકાર અમોલ પાલેકરની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા ભર્તી - સિચ્યુએશનલ કોમેડી કલાકાર

અભિનેતા અને ફિલ્મ નિર્દેશક અમોલ પાલેકરની (Amol Palekar health Update) તબિયત લથડતા તેમને સારવાર માટે પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં (Dinanath Mangeshkar Hospital Pune) દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયતને લઇને સંધ્યા ગોખલેએ જાણકારી આપી છે. જાણો તેમની બીમારી વિશે

સિચ્યુએશનલ કોમેડી કલાકાર અમોલ પાલેકરની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા ભર્તી

author img

By

Published : Feb 10, 2022, 1:40 PM IST

Updated : Feb 10, 2022, 1:57 PM IST

ન્યૂઝ ડેસ્ક: અભિનેતા અને ફિલ્મ નિર્દેશક અમોલ પાલેકરની તબિયત લથડતા (Amol Palekar health Update) તેમને સારવાર માટે પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં (Dinanath Mangeshkar Hospital Pune) દાખલ કરવામાં આવ્યા છે. આ વાતની પુષ્ટિ કરતા તેમની પત્ની સંધ્યા ગોખલેએ જણાવ્યું કે, અમોલ પાલેકરની તબિયતને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેની તબિયતમાં હવે પહેલા કરતા સુધારો છે.

લાંબી બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ

અમોલ પાલેકરની પત્નીએ જણાવ્યું કે, અમોલ પાલેકર લાંબા સમયથી એક બીમારી સામે લડી રહ્યાં છે, જેની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 10 વર્ષ પહેલા પણ આ જ બીમારીના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે હવે તેમની તબિયતમાં ઘણો સુધારો આવ્યો છે.

પાલેકર 70 અને 80ના દાયકાના પ્રખ્યાત અભિનેતા

અભિનેતા અમોલ પાલેકરે 70 અને 80ના દાયકામાં ગોલમાલ, ઘરોંદા, રંગ-બિરંગી, શ્રીમાન શ્રીમતી, રજનીગંધા, ચિતચોર, નરમ ગરમ, ભૂમિકા, છોટી સી બાત, સાવન જેવી ઘણી ફિલ્મોમાં પોતાના પાત્રથી ઓળખ બનાવી છે.

આ પણ વાંચો: Gangubai Kathiyawadi Song: 'ગંગૂબાઈ કાઠિયાવાડી'ના પ્રથમ ગીતમાં આલિયા ભટ્ટ કંઇક આ અંદાજમાં

કોમેડીમાં બેજોડ

અમોલ પાલેકર સિચ્યુએશનલ કોમેડી માટે પ્રખ્યાત હતા. 'ગોલ માલ'માં ડબલ રોલમાં તે ખૂબ જ લોકપ્રિયતા હાસિંલ કરી હતી. સાથે તેણે 'રંગ બિરંગી', 'શ્રીમાન શ્રીમતી' અને 'નરમ ગરમ' જેવી ફિલ્મોથી દર્શકોનું ખુબ મંનોરંજન કર્યું છે.

શાહરૂખની ફિલ્મ 'પહેલી'ના ડાયરેક્ટર બન્યા

એક દિગ્દર્શક તરીકે તેણે ઘણી ફિલ્મોને ડાયરેક્ટ કરી છે. સાથે જ કેટલીક સિરિયલોનું નિર્દેશન પણ કર્યું છે. અમોલે 1981માં મરાઠી ફિલ્મ 'આકૃત'થી દિગ્દર્શક તરીકેનો પ્રારંભ કર્યો હતો. તેમની છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ 'પહેલી' હતી. શાહરૂખ ખાન અને રાની મુખર્જી સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. 'પહેલી'ને શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ શ્રેણીમાં ઓસ્કાર માટે ભારતીય પ્રવેશ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં, આ ફિલ્મ એવોર્ડ જીતી શકી ન હતી.

આ પણ વાંચો: Complaint against Aditya Pancholi: આદિત્ય પંચોલીને લઇને વિવાદ,સેમ ફર્નાન્ડિસે લગાવ્યાં ગંભીર આરોપ

Last Updated : Feb 10, 2022, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.