ETV Bharat / sitara

સિંગર નેહા કક્કડે પતિ અને ભાઈ સાથે 'સાથ ક્યા નિભાઓગે' ગીત પર લગાવ્યા ઠુમકા, વીડિયો વાઈરલ - Social media

બોલિવુડ સિંગર નેહા કક્કર સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. ત્યારે તાજેતરમાં જ નેહા કક્કડનું એક નવું ગીત 'સાથ ક્યા નિભાઓગે' રિલીઝ થયું છે, જે લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે. તેવામાં નેહાના પતિ રોહનપ્રિત સિંહે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં નેહા, તેનો ભાઈ ટોની કક્કડ અને રોહનપ્રિત સિંહ પોતાના નવા ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

btown
સિંગર નેહા કક્કડે પતિ અને ભાઈ સાથે 'સાથ ક્યા નિભાઓગે' ગીત પર લગાવ્યા ઠુમકા, વીડિયો વાઈરલ
author img

By

Published : Aug 11, 2021, 1:47 PM IST

  • સિંગર રોહનપ્રિત સિંહે સાથ ક્યા નિભાઓગે ગીત પર કર્યો ડાન્સ
  • રોહનપ્રિત સિંહે ઈન્સ્ટાગ્રામ પર ડાન્સનો વીડિયો કર્યો શેર
  • વીડિયોમાં રોહનપ્રિત, નેહા કક્કડ અને ટોની કક્કડે કર્યો ડાન્સ

મુંબઈ: બોલિવુડ સિંગર નેહા કક્કરના પતિ રોહનપ્રિત સિંહે ઈન્ટાગ્રામ પર હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં નેહા, રોહનપ્રિત અને નેહાનો ભાઈ ત્રણેય 'સાથ ક્યા નિભાઓગે' ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. , સાથ ક્યા નિભાઓગે ઓરિજિનલ ગીત અલતાફ રાજાએ ગાયું હતું, જે તે સમયે ઘણું પ્રખ્યાત થયું હતું. જ્યારે આ નવું ગીત પણ અલતાફ રાજા અને ટોની કક્કડે ભેગા મળીને ગાયું છે. આ નવા ગીતમાં અભિનેતા સોનુ સુદ અને અભિનેત્રી નિધી અગ્રવાલ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: વિપક્ષના હંગામાના કારણે વૈકેયા નાયડુ ભાવુક થયા

આ ગીત સોન્ગ ઓફ ધ યર છેઃ રોહનપ્રિત

રોહનપ્રિત સિંહે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં તેઓ ત્રણેય આ નવા ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આ સાથે જ રોહનપ્રિતે વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું કે, આ ગીત સોન્ગ ઓફ ધ યર છે. તમને બંનેને પ્રેમ. ભાઈ હું તમારા દરેક ગીતને પ્રેમ કરું છું. તો રોહનપ્રિતના આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. આ સાથે જ સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. બીજી તરફ ફેન્સ પણ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ નવા ગીતને અત્યાર સુધી 7.8 મિલિયનથી વધુ લોકોએ જોયું છે.

આ પણ વાંચો: સતત ઘટાડા પછી પણ Goldમાં આજે આવી તેજી, હજી પણ સોનું ઓલ ટાઈમ હાઈથી 10,000 રૂપિયા સસ્તું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.