લતા મંગેશકર ફિઝિશિયન અને ઈન્ટેન્સિવિસ્ટ તથા બ્રિચ કેન્ડી હોસ્પિટલના સિનિયર મેડિકલ એડવાઈઝર એવા ડૉ. ફારોખ ઈ. ઉદવાડિયાની સારવાર લઈ રહ્યાં હતાં. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે લતાજીને હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લતા મંગેશકરને ન્યૂમોનિયા થયાં બાદ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યરને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જો કે, હવે તેમને તેમનાં ઘેર પરત ફરવાની પરવાનગી પણ આપી દેવામાં આવી છે.