મુંબઇઃ 'બિગ બૉસ 13'ના કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ, જેમને તેના ફેન્સ તરફથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે અને તેના પ્રશંસકો તેને 'સિડનાઝ' પણ કહે છે. આ બંને એક મ્યૂઝિક વીડિયોમાં એક સાથે જોવા મળશે. આ ગીતનું નામ 'ભૂલા દુંગા' છે. જેને દર્શન રાવલે પોતાનો અવાજ આપ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
દર્શન રાવલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, 'આ બંને ખૂબસુરત લોકોની સાથે આવી રહ્યા છીએ એક શાનદાર ગીત લઇને, માત્ર અને માત્ર તમારા માટે...'
આ પોસ્ટની સાથે તેમણે એક ફોટો શેર કર્યો હતો અને સિદ્ધાર્થ અને શહનાઝની સાથે હસતા જોવા મળી રહ્યા હતા.
આ ગીતને ઇન્ડી મ્યુઝિક લેબલના એમડી નૌશાદ ખાન પોતાના યૂટ્યુબ ચેનલ પર શેર કરશે. તેમણે આ ગીત વિશે કહ્યું કે, 'અમે ગીતનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને જલ્દી જ તેને શેર કરવાનો લક્ષ્ય છે.'
આ સાથે જ સિડનાઝના ફેન્સ આ બંનેની જોડીને ફરી એકવાર એક સાથે જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. આ ઉપરાંત ઇન્ટરનેટ પર સિડનાઝનો એક ફોટો પણ વાયરસ થઇ રહ્યો છે, જેમાં બંને વરસાદમાં ઉભેલા જોવા મળી રહ્યા છે.