ETV Bharat / sitara

'મસકલી'નું 2.0 વર્ઝન ગીતનું પોસ્ટર અભિનેત્રી તારા સુતરિયાએ શેર કર્યું - 'મરજાવા ફિલ્મ

રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ 'દિલ્હી 6'ના એ આર રહેમાનના ક્લાસિક ગીત 'મસકલી' ના 2.0 વર્ઝનની પુષ્ટિ કરતાં અભિનેત્રી તારા સુતરિયાએ આ ગીતનું પોસ્ટર શેયર કર્યું છે.

masakali song
masakali song
author img

By

Published : Apr 7, 2020, 10:50 AM IST

મુંબઈઃ વર્ષ 2009માં રિલિઝ થયેલી ફિલ્મ દિલ્હી-6માં અભિષેક બચ્ચન અને સોનમ કપૂર મુખ્ય પાત્રમાં હતા. આ ફિલ્મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. ખાસ કરીને આ ફિલ્મના ગીત લોકોને ખૂબ પસંદ આવ્યાં હતા. જેમાનું એક લોકપ્રિય ગીત મસકલી સોનમ કપૂર પર દર્શાવવામાં આવ્યું હતું. જેેને ફરી એકવાર રીક્રિએટ કરવાની તૈયારી થઈ હતી. આ ગીતમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને મરજાવા સ્ટાર્સ તારા સુતારિયાની જોડી જોવા મળશે.

રાકેશ ઓમપ્રકાશ મહેરાની 'દિલ્હી 6'ના એ આર રહેમાનના ક્લાસિક ગીત 'મસકલી'ના 2.0 વર્ઝનની પુષ્ટિ કરતાં અભિનેત્રી તારા સુતરિયાએ આ ગીતનું પોસ્ટર શેર કર્યું છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

પોસ્ટરમાં તારા સિદ્ધાર્થના ખભા પર હાથ મૂકતા અને બંને હસતાં જોવા મળી રહ્યા છે.

ઓરીજનલ ગીતની જેમ, તેનું પણ 2.O સંસ્કરણ પણ એ.આર. રહેમાન દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે, જ્યાં અગાઉનું ગીત મોહિત ચૌહાણે ગાયું હતું, તો આ વખતે તુલસી કુમાર અને સચેત ટંડન દ્વારા તેમના સુરીલા અવાજથી શણગાર્યુ છે.

આ ગીત જાણીતા ગીતકાર પ્રસૂન જોશીએ લખ્યું છે અને આ ગીત ભૂષણ કુમારની ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

અભિનેત્રી તારાએ ઇંસ્ટાગ્રામ પરની પોસ્ટની કેપ્શનમાં લખ્યું છે કે, "આ લોકડાઉન, પ્રેમને, તમારી જાતને અને તમારી પ્લેલિસ્ટ પર કબજો જમાવવા દો!

તારાની પોસ્ટથી પરથી જાણવા મળે છે કે, નવું વર્ઝન 8 એપ્રિલના રોજ રીલિઝ થશે. નોંધનીય છે કે, અગાઉ તારા અને સિદ્ધાર્થ ફિલ્મ 'મરજાવા'માં જોવા મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.