મુંબઇ: અભિનેત્રી શ્રુતિ હાસને પોતાને 'બેકાર મહિલા' ગણાવી છે. શ્રુતિએ જીમવેરમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. તેણે તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. અભિનેત્રીએ તસવીરના કેપ્શનમાં લખ્યું, 'મેં આજે એક કલાક વર્કઆઉટ પછી કાંઇ જ નથી કર્યું, 'બેકાર મહિલા.'
અભિનેત્રીએ તાજેતરમાં જ સાફ-સફાઈમાં પોતાનો દિવસ પસાર કર્યો હતો અને તે સ્વચ્છતા વચ્ચે, તેણે નૃત્ય માટે થોડો સમય કાઢ્યો હતો. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી વીડિયોમાં તે બ્લેક ટેન્ક ટોપ અને બ્લુ રબર ગ્લોવ્સ પહેરેલી જોવા મળી હતી.
ક્લિપના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, આજે મેગા ક્લીન ડે છે, પરંતુ હું હંમેશાં નૃત્ય કરવા માટે થોડો સમય કાઢી લઉં છું.