- ભગવાન પર અતૂટ વિશ્વાસ અને શ્રધ્ધા
- રાજ કુન્દ્રા સોશિયલ મીડિયાથી દૂર
- શિલ્પા અને રાજ બે સુંદર બાળકો - પુત્ર વિયાન અને પુત્રી સમિષાના માતા-પિતા
હૈદરાબાદ: અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ આજે લગ્નના 12 વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આ ખાસ અવસર પર શિલ્પા શેટ્ટીએ તેના પતિ રાજ કુન્દ્રા માટે એક પ્રેમભર્યો પત્ર લખ્યો છે. બને એકસાથે હોય તેવી લગ્નની અનસીન તસવીરો પણ શેર કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી પોસ્ટમાં શિલ્પા શેટ્ટીએ ખુલીને પોતાના દિલની વાત કરી છે. શિલ્પાએ લખ્યું છે કે, '12 વર્ષ પહેલા આ દિવસે અને આ જ ક્ષણે અમે એકબીજાને વચન આપ્યું હતું કે અમે સુખ-દુઃખમાં સાથે રહીશું. આપણે સાથે મળીને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરીશું. આપણે હંમેશા ભગવાન પર અતૂટ વિશ્વાસ રાખીશું.
દિવસે ને દિવસે વચન નિભાવાની કોશીશ
દિવસે ને દિવસે ખભે ખભા મિલાવીને અમે આ વચન નિભાવતા રહીશું. 12 વર્ષ વીતી ગયા છે અને હું આગળની ગણતરી કરતી નથી. હેપી એનિવર્સરી કૂકી. આપણા જીવનમાં ઘણા મેઘધનુષ્ય, ખુશીઓ, સીમાચિહ્નો અને અપણા બાળકો માટે ચીયર્સ. તે તમામ શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર કે જેઓ દરેક સુખ-દુઃખ અને મુશ્કેલ સમયમાં અમારી સાથે રહ્યા છે.શિલ્પા શેટ્ટીએ શેર કરેલી તસવીરોના કોલાજમાં રાજ કુન્દ્રા તેને મંગળસૂત્ર પહેરાવતા હોય અને સિંદૂર લગાવતા જોઈ શકાય છે, જયારે બિપાશા બાસુ, સુનીલ શેટ્ટી, ટેરેન્સ લુઈસ અને રાખી સાવંત જેવા સ્ટાર્સે પણ શિલ્પા અને રાજને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી છે.
રાજ કુન્દ્રા સોશિયલ મીડિયાથી દૂર
રાજ કુન્દ્રા જામીન પર બહાર આવ્યા બાદથી સોશિયલ મીડિયાથી દૂર છે, પરંતુ થોડા દિવસો પહેલા રાજ કુન્દ્રા હિમાચલ પ્રદેશના એક પ્રખ્યાત મંદિરમાં શિલ્પા શેટ્ટી સાથે જોવા મળ્યા હતા. બંને કાંગડામાં બગલામુખીના દર્શન કરવા ત્યાં ગયા હતા.
શિલ્પા અને રાજ બે સુંદર બાળકો - પુત્ર વિયાન અને પુત્રી સમિષાના માતા-પિતા
શિલ્પા શેટ્ટીએ ફેબ્રુઆરી 2009માં રાજ કુન્દ્રા સાથે સગાઈ કરી અને તે જ વર્ષે નવેમ્બરમાં લગ્ન કર્યા હતા. આજે શિલ્પા અને રાજ બે સુંદર બાળકો - પુત્ર વિયાન અને પુત્રી સમિષાના માતા-પિતા છે. છેલ્લા કેટલાક મહિનાઓ શિલ્પા અને રાજ કુન્દ્રા માટે ખૂબ જ મુશ્કેલીભર્યા દિવસો રહ્યા છે. રાજ કુન્દ્રા થોડા મહિના પહેલા પોર્નોગ્રાફી કેસને લઈને વિવાદોમાં આવ્યા હતા, ત્યારબાદ 19 જુલાઈ 2021ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રાને ઘણા દિવસો જેલમાં વિતાવવા પડ્યા હતા. તેને સપ્ટેમ્બર 2021માં રૂ. 50,000ના અંગત બોન્ડ પર જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.