મુંબઇ: અભિનેતા શેખર સુમને 'એક મુલાકાત' રેકોર્ડ કરવા બદલ લેખક, દિગ્દર્શક અને નિર્માતા સૈફ હૈદર હસન સામે કાનૂની કાર્યવાહીનો આશરો લીધો છે. શેખરનો દાવો છે કે, આ રેકોર્ડિંગ વિશે મારી પાસેથી સંમતિ લેવામાં આવી નથી અને આ રેકોર્ડિંગ વિશે વિશે મને જાણ પણ નથી. શેખરની કાનૂની નોટિસમાં ટિકિટ પોર્ટલ બુક માય શોનો પણ ઉલ્લેખ કરાયો છે. આ અંગે શેખરે 26 જૂને એક નોટિસ મોકલી હતી.
મહત્વનું છે કે, શેખર અને હસન 2014માં 'એક મુલાકાત' માટે સાથે મળીને કામ કર્યું હતું. આ માટે તેમણે દુબઇ, સિંગાપોર, મુંબઇ, બેંગલુરુ, પુણે, લખનઉ, હૈદરાબાદ, લુધિયાણા, ઈન્દોર અને નવી દિલ્હીની મુલાકાત લીધી હતી. જેમાં દિપ્તી નવલ પણ સામેલ હતી. અભિનેતાના એડવોકેટ અજાતશત્રુ સિંહે હસનના ઘરે પોસ્ટ દ્વારા નોટિસ મોકલી છે. જેમાં કોપીરાઇટનું ઉલ્લંઘન અને બૌદ્ધિક સંપત્તિના હક્કોનું ઉલ્લંઘન, પરસ્પર સંમતિ વિના કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ પર 'એક મુલાકાત'નું વિતરણ કરવાનો ઉલ્લેખ કર્યો છે.
આ નોટિસમાં જણાવાયું છે કે, કરાર પર હસ્તાક્ષર કરતી વખતે બંને કલાકારોની નાટક વેબકાસ્ટ અને બ્રોડકાસ્ટ નહીં, પણ થિયેટરોમાં વિશેષ રૂપે પ્રસારિત કરવાની ચર્ચા થઈ હતી. આ અંગે અભિનેતાએ કહ્યું કે, 'હું કોઈ પણ પાર્ટીને પોતાની કારકિર્દીને જોખમમાં મૂકવાની મંજૂરી આપતો નથી. ડિરેક્ટરે મારી સંમતિ લીધા વગર અને મને જાણ કર્યા વગર નાટક રેકોર્ડ કર્યું છે.
શેખરે વધુમાં કહ્યું કે, આવુ થવું કોપીરાઇટ એક્ટ,1957ની કલમ 38 એ અંતર્ગત કલાકારોના હક્કોનું ઉલ્લંઘન છે, કેમકે મેં ડિરેક્ટરને તેમના કામને રેકોર્ડ કરવા, સ્ટોર કરવા અને વેબકાસ્ટ કરવાનો અધિકાર આપ્યો નથી અને આ સંદર્ભે કોઈ લેખિત કરાર પણ થયો નથી. આ મહિનાના અંતમાં આ નાટક ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ પરથી જ વેબકાસ્ટ કરવામાં આવશે.