ETV Bharat / sitara

શત્રુઘ્ન સિન્હાએ અક્ષયના 25 કરોડના દાન પર કરી ટીકા... - પીએમ કેયર્સ ફંડ

શત્રુઘ્ન સિન્હાએ અક્ષય કુમાર પર નિશાન સાધ્યું છે. અક્ષય કુમારના પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડના દાનના જાહેરાતની ટીકા કરી છે.

Etv Bharat
Akshay kumar
author img

By

Published : Apr 16, 2020, 12:05 AM IST

મુંબઈઃ પુત્રી સોનાક્ષીનો બચાવ કરતાં શત્રુધ્ન સિન્હાએ મુકેશ ખન્નાને વળતો જવાબ આપ્યો હતો. હવે સિન્હાએ અક્ષય કુમારે પીએમ કેર્યસ ફંડમાં કરેલા 25 કરોડના દાનને તેમના નિશાન સાધ્યું છે.

શત્રુધ્ન સિન્હાએ કહ્યું કે, 'દાન કરી તેની જાહેરાત કરવી એ વાહિયાત છે. કોઈ 25 કરોડનું દાન કરી રહ્યાં છે, એ સાંભળી અપમાનજનક અને હતોત્સાહિત જેવું લાગે છે. આવું કરીએ તો, તમે કોઈએ કરેલા દાનને આધારે તેની તેના સંકટ પ્રત્યેની ચિંતાને માપવા લાગો છો. દુનિયામાં કોઈ પણ સ્ટાર દાન કરેલી રકમનો દેખાડો કરતાં નથી.'

વધુમાં અભિનેતાએ જણાવ્યું કે, 'જ્યારે મે સાંભળ્યું કે કોઈએ 25 કરોડનું દાન કર્યું છે તો મે વિચાર્યું કે જે રકમ હું આપીશ તેનો કોઈ ઉપયોગ થશે ખરો.! સ્ટોપ ઈટ! બધા પોત-પોતાની રીતે બેસ્ટ કરી રહ્યાં છે. આને તારાથી મારુ મોટુ અને સ્કૂલ બોયઝના કોમ્પિટિશન જેવું ન બનાવો.'

હાલ તો અભિનેતા પોતાના પરિવાર સાથે ક્વોરનટાઈન ટાઈમ પસાર કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.