- શરદ કેલકર આજે નવા વર્ષમાં મગળ પ્રવેશ કર્યો
- હિન્દી ડબિંગ કરીને પોતાના અવાજનો જાદુ ફેલાવ્યો
- શરદે સંધર્ષના તોફાની દરિયા માંથી નાવ પસાર કરી છે
મુંબઈ: ટીવીથી ફિલ્મમાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોને દીવાના બનાવનાર શરદ કેલકરનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શરદનો જન્મ 7 ઓક્ટોબર 1976ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. હિન્દી તેમજ મરાઠી ફિલ્મ અને ટીવી સિરિયલોમાં ચમકી ચૂકેલા અભિનેતાએ તાજેતરમાં વેબ સિરીઝ 'ધ ફેમિલી મેન' માટે ઘણી પ્રશંસા મેળવી હતી. શરદે માત્ર અભિનયમાં જ નહીં પરંતુ તેના અવાજમાં પણ પૂર્ણતા લાવવા માટે સખત મહેનત કરી છે. શરદે પોતાની સતત મહેનતથી સાબિત કરી દીધું છે કે જો તમે દ્રઢઃનિશ્ચય કરો છો તો કોઈ મુશ્કેલી લાંબા સમય સુધી ટકી શકતી નથી.
શરદને બોલવામાં મુશ્કેલી થતી હતી
ફિલ્મ 'બાહુબલી'માં પ્રભાસ માટે હિન્દી ડબિંગ કરીને પોતાના અવાજનો જાદુ ફેલાવનારા શરદ કેલકર બોલતા હકલાવાનો પ્રોબ્લમ થતો હતો. શરદે જણાવ્યું હતું કે, તેને બાળપણમાં સ્પીચ ડિસઓર્ડરની સમસ્યા હતી. આ કારણે તેમની મજાક ઉડાવવામાં આવી હતી. ઘણી વખત અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો
શરદે દરેક મુશ્કેલીનો સામનો કર્યો
શરદ કેલકરે કહ્યું હતું કે 'મને 2003માં એક શો માટે સાઈન કરવામાં આવ્યો હતો. એક -બે દિવસ બધું બરાબર હતું, પણ પાંચમા દિવસે મને દોઢ પેજના ડાયલોગ મળ્યો હતો. જ્યારે ડિલિવરીની વાત આવી ત્યારે, મેં ઝડપી બોલતી વખતે મુશ્કેલી થતી હતી,અને એક કે બે નહીં, 30 રિટેક આપ્યા. પછી દિગ્દર્શકે મને બોલાવ્યા અને સમસ્યાનું પૂછ્યું. આ રીતે શો મારા હાથમાંથી નીકળી ગયો પણ શરદે હાર ન માની અને આજે પરિણામ બધાની સામે છે.
આ પણ વાંચોઃ Remembering Sushant Singh Rajput, કઈ મોટી ફિલ્મોને નકારી કાઢી હતી સુશાંત સિંહ રાજપૂતે? જુઓ
આ પણ વાંચોઃ 'ખતરોં કે ખિલાડી 11' ના વિનર બન્યા બાદ અર્જુન બિજલાનીની પ્રથમ પોસ્ટ, શો વિશે શું કહ્યું જાણો