સિંગાપુરના મેડમ તુસાદ મ્યૂઝિયમમાં શાહિદ કપૂરનું પહેલું મીણનું પૂતળુ મૂકાયું છે. શાહિદે પત્ની મીરા સાથે પહોંચી અનાવરણ કર્યુ હતું. બોલીવુડ અભિનેતા શાહિદ કપૂરે ઇશ્ક વિશ્ક, જબ વી મેટ, હૈદર, ઉડતા પંજાબ, કમીને જેવી ફિલ્મોમાં પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે. શાહિદે પોતાની ખુશી વ્યક્ત કરતાં ઇન્સટાગ્રામ પર પોતાના પૂતળા સાથેનો ફોટો મૂક્યો છે. ત્ચારે ચાહકો તેને શુભકામનાઓ પાઠવી રહ્યાં છે.
ઇન્સટાગ્રામ સ્ટોરીમાં શાહિદ પોતાની હેરસ્ટાઇલને સવારતા જોવા મળે છે. જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે,"બાલ સંભાલ મુન્ના". આ ખાસ પ્રસંગે પત્ની મીરા રાજપૂત શાહિદની સાથે રહી હતી. શાહિદે વર્કફ્રન્ટની વાત પર જણાવ્યું કે, તે હાલ કબીર સિંહની ફિલ્મમાં વ્યસ્ત છે. થોડા દિવસો પહેલાં જ આ ફિલ્મનું ટીઝર રીલીઝ થયું છે. ફિલ્મમાં શાહિદની સાથે કિયારા આડવાણી જોડી જમાવતી જોવા મળશે. આ ફિલ્મ સુપરહીટ તેલૂગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની રિમેક છે. ઓરીજનલ ફિલ્મમાં વિજય દેવરકોંડા અને શાલિની પાંડે મુખ્ય ભૂમિકામાં હતા. કબીર સિંહની આ ફિલ્મ 21 જૂનના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે.